એપ્રિલ ફૂલ
એપ્રિલ ફૂલ
પશ્ચિમ દિશમાં સૂરજ ઊગ્યો
લાવ્યો મજનું ધોળું ફૂલ
આંખ નમાવી આજે કહેતો
“માફ કરી દે મારી ભૂલ”
રખડું મુજને રોજ સતાવે
વાતમાં વાતમાં મને વતાવે
હસતાં રમતાં નેણ નચાવે
ખેંચી લાંબા કેશ રડાવે
હું મલકાણી આજ ફુલાણી
મને રીઝવવા લાવ્યો ફૂલ.
ખડખડ હસતો ટીખળી બોલ્યૉ,
“ધંતૂરાનું ધોળુ ફૂલ,
થયું મનાવું, એપ્રિલ ફૂલ!“
——————-
patel nilabhai said,
July 13, 2009 @ 10:14 am
Khubaj saras kavy