સહજ સરળ

Posted in કાવ્યો by saryu on June 6th, 2012

સહજ સરળ

આરજ     રજકણને     ખંખેરો,
ખાલી       માટીનો     સંચેરો,
કરતા    રહેવો    રે     સંજેરો.
મારગ  કરો   સરળ  અલબેલો.

આવળ  બાવળને  લઈ  પકડી,
સીસમ સમજી   રહી’તી  જકડી,
થયું     ભલુ    એણે    તરછોડી,
મારગ  થયો  સરળ  અલબેલો.

આંગણ  કોળ્યો  તુલસી ક્યારો,
કુમ કુમ  પગલીનો  સથવારો,
થાપણ   એને   ગણી  સંવારો,
મારગ સજ્યો સરળ  અલબેલો.

ક્ષણ,   ક્ષણની  પાછળ   દોડે,
માનુષ  મનસા    મોતી  જોડે,
જો  આ  ભ્રમણા  દોરી   તોડે,
મારગ સહજ સરળ  અલબેલો.

——

આરજ= ખાનદાન આર્યન

| Comments off

May 19 1969

Posted in કાવ્યો by saryu on May 17th, 2012

A Poem for Him

Since we cosigned in the race of this life cycle,
We have been two wheels of the same bicycle.

You lead me through the seven set circles,
Each has been conjured with many miracles.

The loyalty and longing intertwine hearts,
The routines and the duties tug us apart.

Your foot on the brake and steady navigation,
have guided our lives without deviation.

In life’s uphill journey, I follow when you roll,
If you slip into reverse, I cruise and control.

The push and pull, check and balance,
A keen, kind critique brings best out of me.

A good spouse, a great father and a superb grandfather,
I hope and wish the ride goes far and farther.
——–
For Dilip,…on May 19TH…with TLC..Saryu

| Comments off

Is This Heaven ….?

Posted in કાવ્યો by saryu on May 13th, 2012

Is this Heaven or what?

The birds fly by with me on their wings,
Sweet chirping in trees, competing to sing,
The birds and the leaves are turning their heads,
Is this Heaven or what?

The sailing and piling of cloud after cloud,
The sun on its tippy toes, holding the veil,
The sand and the rays feel warm and wonder,
Is this Heaven or what?

The seeds are sleeping, quite snug and safe,
Spring comes swinging to shake them awake,
The seedlings spring out so green and grinning,
Is this Heaven or what?

I sit on my deck so close to the dell,
  Imbibe all I can to please my each cell,
The life in me love to ask an angel,
Is this Heaven or what?
——-

Early in the morning, I was sitting on our deck with a cup of tea. The gentle birds were flying, the trees were singing and the sailing away clouds, gave me the first line.

વસંતના ફૂલ

Posted in સ્વાનુભવ by saryu on April 24th, 2012

વસંતના ફૂલ
જુદા જુદા દેશ અને ધર્મવાળી, અનાયાસ મળી ગયેલી, પાંચ બેનપણીઓની કથા.

        અમેરિકાના રહેવાસના ત્રીજા દસકામાં, વ્યવસાયના કારણો અમને હ્યુસ્ટન, ટેક્સાસમાં લઈ આવ્યા હતા. નવી જગ્યામાં સામાજીક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની ઈચ્છા સાથે, પુખ્ત ઉંમરના વિદ્યાર્થીઓને અંગ્રેજી શીખવતી સેવાસંસ્થા સાથે જોડાવાના આશયથી, એમના ટ્રેઈનીંગ ક્લાસમાં ગયેલી. શનીવારે આખ દિવસનો કાર્યક્રમ હતો. હું કોઈને ઓળખતી ન હતી. લંચ સમયે મેલીંગ નામની બહેન મળતાવડી લાગી અને મને એકલી જોઈ બાજુના ટેબલ પર સાથે બેસવા બોલાવી. બધા સાથે પરિચય થયો. રોબીન ખુબ ગોરી, માંજરી આંખોવાળી અને મીઠા સ્મિતવાળી અમેરિકન હતી, જેણે અડતાલીશ વર્ષની ઉંમરે ટીચર બનવાનુ સ્વપ્ન પુરૂ કર્યુ હતુ અને નોકરીની રાહમાં હતી. મેલીંગ નિવૃત્ત થયેલ શિક્ષિકા હતી. જીની કેનેડાની હતી પણ વર્ષોથી અમેરિકામાં એન્જીનીઅર પતિ અને બે દીકરીઓ સાથે વસતી હતી. માર્ગરેટ અનોખી તરી આવે તેવા વ્યક્તિત્વવાળી હતી.
મેં મારૂ શાકાહારી ભોજન શરૂ કરતાં જ એની સુગંધ અને મસાલા વિષે અને ભારતિય ખાણુ ભાવે, વગેરે વાતો થવા માંડી. મેં બટેટા વડા ચાખવા માટે આપ્યા. એ ટેબલ પર અમે જુના ઓળખીતા હોઈએ એવી સહજતાથી વાતોએ વળગ્યા. મેં એમજ હળવાશથી સૂચવ્યું કે આવતા અઠવાડિયે મારે ઘેર લંચ સમયે ભેગા થઈએ! અને મારા આશ્ચર્ય વચ્ચે એ લોકો તૈયાર થઈ ગયા અને અમે એક બીજાના ફોન નંબર વગેરે લઈ લીધા.
આમ સાવ અજાણ્યાની સાથે લંચ કેમ થશે એ બાબત ઉત્કંઠા હતી. દરેક જણ એક વસ્તુ બનાવીને લાવવાના હતા. મને શંકા હતી કે ઓછુ બોલતી જીની આવશે કે નહીં! પણ પહેલી એ જ આવી, ને પછી રોબીન, માર્ગરેટ અને મેલીંગ પણ સમયસર આવી ગયા. વાતોનો દોર બરાબર જામ્યો. માર્ગરેટના પતિ પણ એન્જીનીઅર હતા. માર્ગરેટ ફીજી પાસે ટાસ્મેનીઆ નામના ટાપુ પર ઊછરેલ. મેલીંગ પનામાની હતી અને એના અમેરિકન પતિ ચર્ચના પાદરી હતાં. અમે પાંચે કોલેજ સુધીનો અભ્યાસ કરેલા, સફળ કારકિર્દીવાળા પતિ સાથે અનેક સ્થળોએ રહેલા અને દરેક લગભગ ચાલીશ વર્ષના લગ્નજીવનમાં સુખી બહેનોનો, અણધારી જગ્યાએ, જાણે અનાયાસ મેળ પડી ગયો. છુટા પડતા પહેલા અમે પોતાની ડાયરી કાઢી, આવતા મહિને કોને ત્યાં મળશુ એ નક્કી કરી લીધુ.
પછી તો દર મહિને, મળવાનુ, સાથે સાહિત્ય, કલા અને ફીલોસોફીકલ ચર્ચાઓ તેમજ વ્યક્તિગત વાતો કરવાનો મહાવરો થઈ ગયો. અમે પહેલેથી શું બનાવી લાવવું એ નક્કી ન કરતા તો પણ બધુ વ્યવસ્થિત થઈ પડતુ. મોટો ફેરફાર એ થયો કે ભાગ્યે જ કોઈ અશાકાહારી વસ્તુ ટેબલ પર સામેલ થઈ હોય, જો કે મારા તરફથી કોઈ અણગમો કે આગ્રહ નહોતો. અમારા પાંચે જણાના પતિઓ સાથે સાંજના ખાણા માટે પણ ક્યારેક ભેગા થતાં. આમ વિવિધ સંસ્કારિતાને ચાખવાનો, એમના કુટુંબના સભ્યો સાથે ક્રિસમસ, ઈસ્ટર કે દિવાળી ઉજવવાનો અવસર મળતો.
જે સાવ અશક્ય લાગતી હતી એવી, જીની અને મારી વચ્ચેની મિત્રતા સમય સાથે દ્રઢ બનતી ગઈ. એમના પતિ છપ્પન વર્ષે નિવૃત્ત થઈ ગયા પણ એનો આનંદ મળે એ પહેલા તો એમને પ્રોસ્ટેટ કેન્સરનુ નિદાન થયું. આ એટલી આઘાતજનક વાત જીની મારી સાથે કરી જીવનમાં આવેલ ઉથલપાથલમાં સમતોલન રાખવા પ્રયત્ન કરતી. અમારી પાંચેની હાજરીમાં એ સમાચાર કહેવાની હિંમત આવતા બે વર્ષ નીકળી ગયા હતા. જીની પાસેથી હું ગુંથતા અને સારૂ શીવણકામ શીખી. પાંચે જણાનુ ભેગા થવાનુ અનિયમિત થતું ગયું પણ હું અને જીની મહિને એકાદ વખત કોઈ પણ આગળથી યોજના બનાવ્યા વગર થોડા કલાકો બહાર નીકળી પડતા. પતિની માંદગીને કારણે, જીની માટે થોડા કલાકો ઘરની બહાર નીકળી જવાનુ જરૂરી બની ગયું હતું.
રોબીનના પિતા ભારતમાં થોડો સમય રહેલા. એમના શીખેલા શબ્દો, “જલ્દી જલ્દી કે, ક્યા દામ હૈ?” એવા પ્રયોગો રસ પૂર્વક કરી એ પોતાના અનુભવો અમારી સાથે વાગોળતા. રોબીન અને એમના પતિને ધાર્મિક અને સેવા કાર્યો સાથે કરવામાં ઘણી મીઠી સંવાદિતા હતી. રોબીન એના ચર્ચમાં બહેનોના ગ્રુપની પ્રમુખ હતી. દર વર્ષે અમે પાંચે બેનપણીઓ એના સમારંભમાં આગળના ટેબલ પર, મુખ્ય મહેમાન સાથે માનથી ગોઠવાતા. એક દિવસ ખાસ યાદ છે…એ સમયે હું વિવિધ કારણોને લઈ ચિંતિત રહેતી. એમા એક વક્તાએ કહ્યું કે, “હું હંમેશા ઈશુની સામે જઈને અમારા ભવિષ્યની “શું યોજના છે?” એવો સવાલ કરતી. પણ મનમાં જાગૃતિ થતાં મેં ભગવાનની પાછળ ચાલી એની યોજના સ્વીકારવાની શરૂ કરી.” આ સામાન્ય વાતની મારા દિલ પર સચોટ અસર થયેલી અને ત્યાર પછી ચિંતા વગર, પ્રમાણિક યત્ન કરવાનો અને જે મળે તેનો સહજ સ્વીકાર કરવાનો, એ મારો જીવનમંત્ર બન્યો.
મેલીંગની જેવી મીઠી જ્હિવા હતી એવું જ વિશાળ દિલ હતું. અમારા દસેક વર્ષના સહવાસમાં મેં એને ક્યારેય કોઈ વ્યક્તિ વિષે અણગમો બતાવતા નથી સાંભળી. એમના પતિ જે ચર્ચમાં પાદરી હતા તે જ ચર્ચમાં મેલીંગ મોટી સંખ્યામાં મોટી ઉંમરના બહેનો અને ભાઈઓને અંગ્રેજી ભણાવવાનું સેવા કાર્ય કરતી. પોતાના માત-પિતા અને કુટુંબને અનન્ય સન્માન અને સ્નેહથી સિંચતી જોવી એ લ્હાવો હતો. એના યુવાન પુત્રને રમતા થયેલ ઈજા વખતે અમે બધા એની સાથે પ્રાર્થનામાં જોડાયા અને મહિનાઓ સુધી એના મનોબળનો આધાર બની રહ્યા. હજી સુધી મારા જન્મદિવસે હું સામેથી એની શુભેચ્છા મેળવવા ફોન કરૂં છું.
માર્ગરેટ તાસ્મેનિઆથી દુનિયાના આ બીજે છેડે આવીને વસી હતી પણ એનું દિલ તો એની પ્યારી જન્મભૂમિમાં જ રહેતુ. એના પતિ ઘણીં સારી નોકરી કરતા હતા તેથી એમના મોટા બંગલામાં ઘણી વખત બપોરના જમણ માટે અને કેટલીક સાંજ અમારા પતિ સાથે ઘણી વૈભવશાળી બની રહેતી. માર્ગરેટ એના ચર્ચમાં પ્રાર્થના મંડળમાં નિયમિત ગાતી અને ઘેર કલાત્મક ભરતકામ કરતી.
મને સાહિત્યમાં રસ તેથી હું એનો રસાસ્વાદ કરાવતી રહેતી. અમે ભગવત ગીતા, ઓશો અને બીજા હિંદુ ગ્રંથો સાથે બાઈબલ અને કુરાન વિષે પણ રસપૂર્વક ચર્ચા કરતાં. મારા સ્વભાવ અનુસાર બધાને સ્નેહતંતુથી બાંધી રાખવાની જવાબદારી મેં સહજ રીતે અપનાવી લીધેલી.
એ વર્ષે મારી બીજી વસંત ૠતુ ટેક્સાસમાં હતી. કુદરતના ખોળે રંગીન ફૂલો છવાયેલા હતા. એની પુરબહાર મૌલિકતા મ્હાણવા અમે એક દિવસ વહેલી સવારે નીકળી ગયા. જીનીમાં
ક્યાં અને કઈ રીતે જવાની આગવી સમજને કારણે મોટે ભાગે એ જ કાર ચલાવતી. બ્લુ બોનેટ્સ મધ્યમા અને ચારે તરફ સફેદ, લાલ અને પીળા રંગના સાથીયા જોઈને દિલ તરબતર થઈ ગયું. બપોરના સમયે જમણ માટે એક ઘરમાં દાખલ થયાં. રસોઈબેઠકમાં લાંબા બાંકડાઓ ગોઠવેલા હતાં, જ્યાં ટેક્સાસના કહેવાય છે એવા બે કાવબોય બેઠેલા. એમની પાસે અમે પાંચે સામસામા ગોઠવાયા. એ અજાણ્યા ભાઈઓ સાથે મેલીંગ અને રોબીન મીઠાશથી વાતો કરવા લાગ્યા. અમે પાંચે સેવાભાવથી કામ કરતી સંસ્થામાં જોડાયેલા હતા અને એ રીતે મિત્રો બન્યા છીએ, એ વાત પણ નીકળી. જૂની ઓળખાણ હોય એમ વાતો ચાલી. જમવાનુ આવ્યુ અને પછી ચેરીપાઈ પણ મંગાવવાની વાત અમે કરી રહ્યા હતા.
બન્ને ભાઈઓનુ જમણ પુરુ થતા પ્રેમપૂર્વક ટેક્સન સ્ટાઈલથી આવજો કરીને બહાર બીલ આપવા ઉભેલા જોયા અને પછી દૂરથી સલામ કરી જતા રહ્યા.
થોડી વારમાં વેઈટ્રેસ બહેન આવીને પુછે કે, “ગળ્યામાં કઈ પાઈ તમારે લેવાની છે?”
અમને નવાઈ લાગી, “તમને કેવી રીતે ખબર કે અમારે પાઈ જોઈએ?”
“પેલા બે સજ્જનો તમારૂ, પાઈ સહિત, પુરૂ બીલ ભરીને ગયા છે.”
વાહ! અમને ટેક્સન મહેમાનગતીનો અવનવો અનુભવ થયો. અમારા ધન્યવાદની પણ અપેક્ષા રાખ્યા વગર એ બન્ને ચાલ્યા ગયા.
સદભાવનાની સુવાસ જાણ્યે અજાણ્યે દિલથી દિલને સ્પર્શી પ્રસરતી રહેતી આમ અનેક પ્રસંગે અનુભવી છે. અમેરિકા આવી ત્યારે કોઈક લોકો એવું કહેતા કે તમને આ પરદેશીઓ સાથે મિત્રાચારી થાય પણ મિત્રતા નહીં. મારા અનુભવમાં એવું વિધાન પાયા વગરનું સાબિત થયું છે. અમુક મિત્રો સાથે છેલ્લા પાંત્રિસેક વર્ષોથી ગહેરી દોસ્તી રહી છે. એક વાત યાદ આવે છે કે એક આગંતુક ગામના મુખિયાને પુછે છે, “આ ગામમાં કેવા લોકો છે?” મુખી પુછે, “ભાઈ, તું આવ્યો એ ગામમાં કેવા લોકો હતાં?”

       વસંતના ફૂલોના વિવિધ રંગો આ ધરતીને, અને મિત્રતાની સંવાદિતામાં હસતાં ચહેરાઓ જીવનને, વૈભવશાળી બનાવે છે.

——————-

 

| Comments off

નેહની લહેર

Posted in કાવ્યો by saryu on March 25th, 2012

નેહની લહેર

સુતર  આંટીની   સમી  આ   ઝિંદગાની,
ખેંચુ  એક   તાર  વળે   ગુંચળે   વીંટાતી.
મન ઝાલે  એક તાર  સોણી  સમજણથી,
ને  હું  ઢીલ  મુકું  ભલાભાવે  રણજણતી.

નેહના  લહેરિયામાં   જાઉં   રે   તણાતી,
અવળી  ધારા  અદલ  પ્રીત  એ જણાતી.
પંખીની  પાંખ  સાથ   વાદળી  વણાતી,
સૂકાની  સાથ  જ્યાં  લીલોતરી  લણાતી.

શાંતિના  સરવરમાં   ઘમઘમતી   ઘુઘરી,
પાંચીકા   પારવી  ને   પગદંડી   ચિતરી.
તાર  તાર   તન્મયતા   કામળી  વણાવી,
એકાંતે  આજ  એની   હુંફંમાં   સમાણી.

                 ——– 

સાધનાના રસ્તે, સમજણ વધે અને અભિમાન ઘટે.
અવળી ધારા=રાધા જેવો, અદલ=સાચા પ્રેમનો અનુભવ.
શાંતચિત્તમાં અનુભૂતિ, રમવાના પાંચીકાનો ઉપયોગ પ્રગતિ માટે કર્યો. સતત પ્રયત્ન. આત્મજ્ઞાન.

| Comments off

અધૂરો મેળાપ

Posted in કાવ્યો by saryu on March 4th, 2012

અધૂરો મેળાપ

સમદરના  ખેલથી   ઉભરતી   રેત,
ધીમે  હેત  ભરી  ઢળતી  એકાંતમાં.
નયણાંની   નાવમાં   ચાલી   લહેર,
આજ  મળવા  નીલમને   નિતાંતમાં.

દ્વારે  ટકોર  ને   દિલમાં   ધબકાર,
મળે   મેઘધનુ  અવની   દિગંતમાં.
ઘેરા  તરંગ  તરી  જાગેલા  સ્વપ્ન,
રહ્યા  અચકાતા  સ્પંદન  એકાંતમાં.

કાળજાની   કોરમાં   હૈયુ   છુપાવ્યું,
પણ  ઓષ્ઠોની  કળી  હસી  અંતમાં.
આંખોથી  આંખની હલચલ સંકેતમાં,
ને   ગુફતેગો   અંતર    એકાંતમાં.

વ્હેણને  વિખેરતી  પંકિત  પરંપરા,
ને  સૂનમૂન   સિસકારા  નિશાંતમાં.
પવન દીયે દોટ, તુટે રેતીનો  મ્હેલ,
ઝૂરે  દિવો  કહીં  ઓજલ  એકાંતમાં.

——-

| Comments off

પ્રીતનો જુવાળ

Posted in કાવ્યો by saryu on March 1st, 2012

પ્રીતનો જુવાળ

પહેલી  પહેલી  પ્રીતનો  જુવાળ,
મત્ત  ઝરણ  બુંદબુંદનો  ઊછાળ,
અલકનંદા    આનંદનો    ફુવાર,
વીજ વ્હાલપનો  મીઠો  ચમકાર…

જો  ઉમંગ  સંગ  રંગનો   નિસાર,
હેત   હેલીનો    રૂદિયે     પ્રસાર,
મધુર  મંદ મંદ  પમરાતો  પ્યાર,
કસક કળીઓને  ઝાકળનો   માર…

રસિક  નયણે  ઈશારા   દિલદાર,
અલી  આછેરી   ઓઢણી   સંવાર,
મુકુલ ભાવુક આ સ્મિતની બહાર,
મદન  મોરલીનો  મંજુલ મલ્હાર…

———

| Comments off

આશાની કાણી કટોરી

Posted in કાવ્યો by saryu on February 23rd, 2012

આશાની કાણી કટોરી

મળતા   પહેલાનો  મદાર,  ધરે  આશાની  કાણી  કટોરી,
ખોળો    ભર્યો    રે  તોય   ખાલી,  આ  મનનો    ભીખારી.

આવ્યો અતિથિ  બની  બારણે, ઉત્સુક ને વિહ્વળ સંવાદી,
આઠના અભરખા ઉર અંતરે, ચાર મળ્યે રાળે  ફરિયાદી.

મારા તારાની  ખરી  ખેંચતાણ, મોહભરી  માયા  પટારી,
સુખ  દુઃખ   ઊભા  રે  મીટ   માંડી,  ચડી   આશા  અટારી.

પ્રાર્થના  પ્રદક્ષિણા  ઉતાવળે, બાધી દે માંગણીની  દોરી,
દેખા   દેખીના  દેખાવે, જો   જોઈ   જલે    નજરૂં   અદેખી.

આશા-અપેક્ષા  ઉત્પાત  કરે  નૃત્ય, મત્ત  મરજી   મદારી,
સંકલ્પ-સંતોષ   સત્ સંગી,      ધીર    ગંભીર    બિરાદરી.

અર્ધો    ખાલી  જેનો    કુંભ, એના  સૂનકારે   સૂકા રે  વન,
આનંદે છલ છલ અર્ધો  ભર્યો,  એના હો મબલખ  જીવન.

——–
આપણા અપેક્ષાના માયા માળામાં આપવામાં આવતી વસ્તુઓથી આનંદ-સંતોષ મળતા નથી, મળે તો ટકતા નથી.
અર્ધા ખાલી પણા પર ધ્યાન અટવાયેલું રહે છે.

| Comments off

સૂકાયેલા આંસુ

Posted in સ્વાનુભવ by saryu on February 5th, 2012

સૂકાયેલા આંસુ

નિરાશા ; કારણ-પરિણામ

આ નિરાશાના અંધારે ઓરડે,
એકલતા દર્દની દીવાલમાં,
હિબકા ભરૂને હસુ બાવલી,

પ્રભુએ આપેલી  મને એક પરી,
શોધુ હું ક્યમ ગલી અંધારી.
બોલાવું તો ય  દૂર ગઈ સરી.

કોને કોસુ ને કોને  પરહરૂં!
મારી કિસ્મતનું પતંગિયું,
અન્ય કોઈ સંગમાં ઊડી રહ્યું.

પડતી આથડતી  અવકાશમાં,
ખુલ્લી બારી ને મન મુંજાયું,
હું જ  ખુલા દ્વાર જઈ ભીડાવું.

એક જ તણખો  કે આ દિલ જલે,
અચેતન જડને ઢંઢોળે.
એક દે નિશાની મમજીવને,
હું અહીં છું, જીવંત છું!

——–

સૂકાયેલા આંસુ

નિરાશા-કારણ અને પરિણામ.

થોડા સમય પહેલા જ હ્યુસ્ટનની સ્ત્રીઓને મદદ કરતી સેવા સંસ્થામાં મને નિર્ણાયક સમિતિમાં સભ્ય બનાવી હતી. મારા વારા પ્રમાણે એ અઠવાડીએ કોલનો જવાબ મારે આપવાનો હતો. અમે શહેરમાં રહેતી ગૃહસંસારમાં પીડિત બહેનોને મદદ કરતા. તેથી એ દિવસે, દૂરના રાજ્યમાંથી ફોન આવતા નવાઈ લાગી.
એ બહેન કહે, “હું મારી ભાણેજને માટે આપની સંસ્થાની મદદ માંગી રહી છું. મને બીજી સંસ્થાઓમાંથી નકારાત્મક જવાબ મળી ગયો છે. તમારી છેલ્લી આશા છે. મારી ભાણેજના પતિ હ્યુસ્ટનમાં છે.”
એ પછી મેં એમની હકિકત સાંભળી.

“રીમા પાસે આ દેશમાં રહેવા માટેનુ જરૂરી ગ્રીન કાર્ડ છે. બે વર્ષથી દેશમાં છે પણ થોડા સમયમાં એના ફોઈની સાથે હ્યુસ્ટન આવશે. એના પતિ અને પાંચ વર્ષની દીકરી ત્યાં રહે છે.” આ સાથે ઘણા સવાલો ઉઠ્યા પણ મેં વિચાર્યુ કે રીમાને અહીં કોઈ નથી જે મદદ કરે તેથી, ‘શહેરમાં આવી મને જણાવે’ એમ કહી એ સમયે વાત પૂરી કરી.

બે મહિનામાં રીમાની માસીએ મને જણાવ્યુ કે રીમા એના ફોઈ સાથે હ્યુસ્ટન આવી ગઈ છે. હું એને મળવા ગઈ ત્યારે રીમા જરા ધીમી લાગતી હતી અને એના ફોઇ જરા એના પર વધારે જવાબદારી લેવાનું દબાણ કરતા હતા. રીમાએ દેશમાં ફાર્મસીનો અભ્યાસ કરેલો છે એ જાણતા મારો વિશ્વાસ વધ્યો કે અહીંની પરિક્ષા પાસ કરી નોકરી શોધી શકશે. જોકે રીમા અને ફોઇ મારા ઉત્સાહમાં સાથ નહોતા પુરાવતા એથી મને મૂંઝવણ થઈ, જેનો સુજાવ આવતા મહિનાઓમાં મને મળ્યો.

રીમાના જીવનની કરૂણતા જાણવા મળી. એના ડોક્ટર પિતા વર્ષો પહેલા મૃત્યુ પામેલા. એકલી માના સહારે મોટી થયેલી. છએક વર્ષ પહેલા, એ ગ્રીનકાર્ડ લઈ ફોઈને ઘેર આવેલી અને સારા છોકરા સાથે લગ્ન થઈ ગયેલા. હ્યુસ્ટનમાં સાસુ-સસરા પણ સાથે રહેતા હતા. બે વર્ષમાં દીકરીને જન્મ આપ્યો. આ સમય દરમ્યાન, રીમાની અણઆવડત અને બેદરકારી ધીરે ધીરે વધતા જતા હતા. કુટુંબના માણસોને રીમા સામે ઘણી ફરિયાદો થતી હતી પણ એના મન મગજ પર ઉદાસિનતા છવાયેલી રહેતી જેની એને પોતાને પણ સમજ ન હતી. એ જાણે આસપાસ શું ચાલી રહ્યું હતું એ વિષે અભાન રહેતી.

રીમા બીજા કોઈની વાત કરતી હોય એમ ભાવરહિત બોલી, “મારી પરી ત્રણ વર્ષની હતી ત્યારે અમે બધાં દેશમાં મુલાકાત માટે ગયા. ત્યાં ગયા પછી મારા પતિ કહે કે મારે ત્યાં રોકાઈ જવું અને તબિયતનો ઈલાજ કરાવવો. મારા વિરોધ માટે મને ધક્કો મારીને એક બાજુ હડસેલી દીધેલી.  મારો પાસપોર્ટ વગેરે જરૂરી કાગળીયા લઈ ગયેલા જેથી હું અમેરિકામાં દાખલ ન થઈ શકુ, એ વાત બહુ મોડી મારા ધ્યાનમાં આવી.” આમ, એની બાળકી સાથે એનુ કુટુંબ હ્યુસ્ટન પાછુ ફર્યુ અને રીમા હવે બે વર્ષ પછી પરિસ્થિતિનો સામનો કરવા અહીં આવી ઉભી હતી. બીજે દિવસે રીમાનો પતિ, ફોઈના કહેવાથી મળવા આવ્યો અને દસ મિનિટમાં રીમાના હાથમાં એના વકીલનુ કાર્ડ પકડાવીને જતો રહ્યો.
ફોઈ રીમા માટે વકીલ રોકી થોડી વ્યવસ્થા કરી મારી સંભાળમાં મુકીને જતા રહ્યા.
અમારી સંસ્થાએ એને મદદ કરવાનુ સ્વીકાર્યુ. રીમાને ક્રુર રીતે તરછોડવામાં આવી હતી અને બાળકીને આંચકી લેવામાં આવી હતી. અમે એને સ્ત્રી આશ્રય સેવા સંસ્થામાં રહેવાની વ્યવસ્થા કરી આપી. શક્ય એટલી બધી મદદ શરૂ કરી દીધી. નોકરી શોધવામાં, એને અનેક ઓફીસોમાં લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી. પણ મને રીમા વિષે ફરિયાદો આવતી કે સમય પર તૈયાર નથી હોતી કે કહેલી જગ્યાએ હાજર નથી હોતી, વગેરે. નમ્ર અને ગરીબ રીમા પર દયા પણ આવતી અને રોષ પણ આવતો. અભ્યાસ કરવા માટે પુસ્તકો લાવી આપ્યા જે સમય સુધી ખોલેલા પણ નહીં. પરિક્ષા માટેની તારિખ નજીક આવતા એની પાછળ પડીને તૈયારી કરાવી પણ પાસ ન થઈ. હવે મને ખ્યાલ આવ્યો કે કંઈક ખૂટે છે. એક સેવા આપતા માનસ ડોક્ટર સાથે મુલાકાત ગોઠવી આપી. નિરાશા ઊંડી ઘર કરી ગયેલી જેના કારણે નિત્યકર્મ અને સામાન્ય જવાબદારી પણ બરાબર નહોતી નિભાવી શકતી. કોઈ ભુલે પડેલ રસ્તેથી કે નાની મુશ્કેલીઓ આવતા, મારા ફોનની ઘંટડી વાગતી રહેતી.

આ દરમ્યાન એની દીકરીને મળી શકે, તે ઉપરાંત એના પતિને રીનાનો સ્વિકાર કરવા માટે હું ફોનથી વાત કરતી. વિવેકપૂર્વક એણે મને કહી દીધું કે જે વાત થશે એ એના વકીલ દ્વારા થશે. હવે આ પરિસ્થિતિ લાંબા સમય સુધી ચાલશે એ નક્કી હતું. રીમા માટે નોકરી શોધવાના પ્રયત્નમાં મને સફળતા મળી. એક ઓળખીતા દુકાન મેનેજર બહેને સંવેદના બતાવી રીમાને નોકરી આપી. એની પાસે કાર હતી નહીં તેથી મારા ઘર નજીક એનું રહેવાનું જરૂરી હતું. મારા લોકલ સમાચાર પત્રમાં જાહેરાત જોઈ મને માન્યામાં ન આવ્યુ, ‘કોઈ બહેનને મારા ઘરમાં એક રૂમ ભાડે આપવાનો છે.’ હું રીમાને લઈ તરત પહોંચી અને અમારી સંસ્થા આપી શકે એટલા ભાડામાં રીમાને રહેવાની જગ્યા મળી ગઈ. સવારમાં એને લેવા જતાં બરાબર તૈયાર થઈ હોય તેવા ઓછા દિવસો, ક્યારેક ઉઠતાં મોડુ થઈ જાય તો કોઈ વખત વસ્તુઓ શોધવામાં મોડુ થઈ જાય.
રીમા પાસે કાર ચલાવવાની પરવાનગી હતી. અમારા પાડોશમાં એક નાની કાર વેચવા માટે મુકાયેલી એ જોતા મેં તપાસ કરી અને રીમાની મુશ્કેલીની વાત સાંભળ્યા પછી એ ભલા લોકો સસ્તા ભાવમાં વેચવા તૈયાર થયા હતા. નિયમ પ્રમાણે, અમારી સમિતિના સભ્યો કાર લેવા માટે પૈસા આપવા તૈયાર નહોતા પણ ઘણી સમજાવટ પછી, રીમાએ શક્ય બને કે તરત હપ્તા ભરવા એવું નક્કી કરી, કાર ખરીદવાની સંમતિ મેળવી. આ પહેલા ક્યારેય બન્યુ ન હતુ અને શંકા છે કે ભવિષ્યમાં બનશે પણ નહીં. રીમા કાર તો બરાબર ચલાવતી પણ કોઈ વાર સવારે, “મારી ચાવી નથી મળતી.” કે રાતના અગ્યાર વાગે કામ ઉપરથી નીકળતા, “મારી ગાડી ચાલુ નથી થતી.” જેના જવાબમાં હું કહું કે, “ગાડી ક્યા ગીયરમાં છે એ મને કહે.” “ઓહ! હાં ડ્રાઈવમાં હતી.” કહેતા જરા હસવાનો એનો અવાજ સંભળાય.
એ મનથી આનંદમાં રહે એના પણ ઉપાય પણ હું વિચારતી રહેતી. વકીલની અરજીથી એ દિવસ આવ્યો જ્યારે રીમા એની દીકરીને મળવા જવાની હતી. એણે રમકડા તો લઈ રાખ્યા હતાં. એ દિવસે પોતે નવા વસ્ત્રો પહેરીને મારે ઘેર આવી ગઈ હતી. એના પતિએ એના ઘરથી નજીકના શોપિંગમોલમાં મળવા માટે બોલાવ્યા હતાં જે અમારા ઘરથી કલાક દૂરની જગ્યા હતી. સલામતીના વિચાર સાથે, મારા પતિ અમને કારમાં લઈ ગયા. બે વર્ષથી એણે પોતાની બાળકીને જોઈ નહોતી. પિતા પુત્રીને નજીક જોતા, રીમાના મુખ પર ભાવો બદલાતા હું જોઈ રહી. એ રડી પડશે એવું લાગ્યું. અમે સામાન્ય વાતચિત કરી એ ત્રણેને એક જગ્યાએ બેસવાનુ સૂચન કર્યુ. અમે દૂરથી જોઈ રહ્યા હતા કે એ પાંચ વર્ષની બાળકી એના પિતાથી જરા પણ દૂર ખસવા નહોતી માંગતી અને રીમાથી બને તેટલી દૂર બેસવા પ્રયત્ન કરતી હતી. રીમાને કેટલું માઠું લાગતુ હશે એ વિચારથી અમારૂ દિલ દ્રવતુ હતું. હુકમ પ્રમાણે કલાકનો મુલાકાતનો સમય આપવામાં આવેલો હતો. જેમતેમ સમજાવી પિતાએ મા-દીકરીને એકાંત આપ્યુ. પહેલા તો એ રડતી હતી પણ રીમાએ એને રમકડાં આપી ખુશ કરી અને થોડા સમય પછી એ બન્ને ચાલતા સાથે ગયા.

જ્યારે પાછા ફર્યા ત્યારે બાળકીના મુખ ઉપર હાસ્ય જોઈ અમને સારૂ લાગ્યુ. કારમાં મેં રીમાને એ વિષે આનંદ વ્યક્ત કર્યો ત્યારે એ કહે, “બધો વખત એ એના પિતાની જ વાતો કરતી હતી અને ઉદાસ હતી. એ પહેલી વખત હસી જ્યારે એણે એના પિતાને ફરી જોયો.” આ વાત કેટલી પીડાજનક હતી એ માંનુ દિલ જ સમજી શકે. પછી દરેક મુલાકાતમાં રીમાને એવો જ અનુભવ થતો રહ્યો.

પાંચ મહિનાઓ પસાર થઈ ગયા. રીમાની નોકરી પરથી પણ ફરિયાદો આવતી. પોતાના બીલ ભરવા વગેરે પણ એ જવાબદારીપૂર્વક નહોતી કરી શકતી. એના પતિને ફરી રીમા સાથે સંસાર માંડવો નહોતો. એનુ કારણ રીમાની માનસિક અવસ્થાનુ હતું, પણ જે રીતે એને તરછોડવામાં આવી એ અમાનવિય હતું. છૂટાછેડાના પરિણામમાં, બાળકી પિતા પાસે રહી અને રીમાને મળવાની પરવાનગી મળી. થોડા ડોલર મળ્યા જેમાથી નાની રકમ બાળકીના ખર્ચા તરિકે આપવાની રીમાને જવાબદારી અપાઈ. અહીં દરેકને લાગે કે ક્યાં ન્યાય છે! પણ, બુધ્ધીનુ પ્રભુત્વ દરેકના જીવનમાં મુખ્ય ભાગ ભજવે છે. એના કોઈ મિત્ર નહોતા જે આવીને એની ક્ષમતાની સાબિતિ આપી શકે. જે તે નિર્ણય સ્વીકારવો રહ્યો.
હું એને કહેતી કે, “તારો આ પ્રયત્ન વ્યર્થ નહીં જાય. દીકરી સમજણી થશે ત્યારે એને સમજાશે કે એની માંએ એને પાછી મેળવવા પ્રયત્ન કર્યો હતો અને કુદરતના ન્યાય પ્રમાણે તને શોધતી આવશે.”

એને અમે તેના કુટુંબ સાથે જઈને રહેવાની સલાહ આપી. પોતાની કારમાં બધો સામાન ભરી, અમારા ડ્રાઈવ-વેમાં મુકી રીમા ફોઈને ઘેર ગઈ. કોઈ વસ્તુ ન ફેંકવાની આદતને લીધે મહિનાઓ પહેલા ભરેલી વસ્તુઓ એમ ને એમ પડેલી હતી. હવે કાર વેચવાની મારી જવાબદારીને લીધે, વસ્તુઓ ઠેકાણે પાડી કાર વેચી શકી. એણે ખાલી સો ડોલર અમારી સંસ્થાને હપ્તામાં ભરેલા. એની દયનિય દશાને ધ્યાનમાં લઈ કારના પૈસા પણ મેં એને આપ્યા. એ સાવ ભૂલી ગયેલી કે ખરીદવાના ડોલર અમારી સંસ્થાએ આપેલા. સમજણ પાડ્યા પછી એણે અમારી સંસ્થાનો, આટલી બધી રીતે મદદ કરવા માટે, આભાર માન્યો.
પછી,એક વખત દીકરીને મળવા આવી શકી હતી. આવવા-જવાના ખર્ચાની દ્રષ્ટિએ ફરીથી મુલાકાત શક્ય ન હતી.

એ દિવસે અમારા ઘેર લગ્નપ્રસંગની ધમાલ હતી એવામાં રીમાનો ફોન આવ્યો.
“દીદી! તમારી સલાહ પ્રમાણે દેશ પાછી જઈ રહી છું. મારી બાળકીને મળવાનુ શક્ય બનાવવા બદલ તમારો ખૂબ આભાર.” એના માટે પ્રાર્થના સિવાય હવે હું કશુ નહીં કરી શકુ, એવો કરૂણ ભાવ મન પર છવાયો.
મદદ કરતા હાથ અમુક હદ સુધી લઈ જાય પછી પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે ત્રાસિત વ્યક્તિના પોતાના આત્મબળ અને આત્મજ્ઞાન પર સફળતા આધારિત છે.

———-

| Comments off

A Moment

Posted in કાવ્યો by saryu on January 27th, 2012

A Moment…

Time is ticking and trailing away,
I don’t mind- hours may slip away,
Here and now with my child’s child,
A moment of a thousand blessings….

I walk for miles, get lost for a while,
The aimless journey in a complex style,
I trip and stumble on treasure of truth,
A step of a thousand surmounts….

I ignite the lamps some here and there,
Still dark and deep the perilous peek,
A touch of spark which brightens my heart,
A candle of a thousand lights….

My wings may swing in the worthless flight,
My eyes visualize this useless blight,
A moment of comment a shared insight,
A gleam of a thousand delights….

———

એક અમૂલ્ય ક્ષણ

ભલે પાપણ ઝપકતા આ સમય સરી જાય,
જેમ વહેતી નદીના નર્યા નીર વહી જાય.
પ્યારી પૌત્રી હસી ઓષ્ઠ ચુમી જાય,
એ શત શત આશિષની એક પળ.

ભ્રમણામાં ભ્રમણશીલ રાહ ભુલી જાય,
ભૂમી  લપસણી, ના  ઊંચે ચડાય,
અડગ આસ્થાની સાથ ડગ ભરાય,
રે શત શત સ્વરોમાં વિજય ગાય.

દીવા પ્રગટાવ્યા ને આછેરી ઝાંય,
તો યે લીંપાય ઘેરૂ અંધારુ માંય.
એક તણખો મારા દિલને અડી જાય,
રે શત શત સંદીપ્તનો પ્રકાશ.

અંતર­­­­­ પારેવાની પાંખો વીંઝાય,
પવન કેરા પાલવમાં પંખી ઘૂમરાય.
ઉગમ ટકોરો ને દ્વાર ખૂલી જાય,
ઝરે શત શત બુંદોની બોછાર.
——–

——–
અસ્ખલિત વહેણમાં એક ક્ષણ, મૂલ્યવાન બની જાય.

| Comments off

« Previous Page« Previous entries « Previous Page · Next Page » Next entries »Next Page »

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.