My book in Sugarland Libraries

Posted in કાવ્યો by saryu on January 16th, 2013

My book “નીતરતી સાંજ Essence of Eve” is in Fortbend Libraries, Sugarland, Texas.  Hindi Section.
1.University Blvd Branch.  2. First Colony Library.  Look for >>Author: Saryu Parikh

————

Encouraging comments:

Dear Saryuben, Jay Jalaram. You are pride of GSS and specially for me as I respect you as my sister.
Pradip Brahmbhatt

Saryuben, I’m very happy for you. Congratulations.
Devika

Hearty Congratulations. We are proud of you. With best wishes.
Prashant and Shaila Munshaw

Congratulations, Saryuben.
Riddhi Desai

Congratulations.
Pravina  Avinash

I am thankful to Vijaybhai Shah and many more kind well wishers. Saryu Parikh

| Comments off

તક કે તકલીફ

Posted in કાવ્યો by saryu on January 13th, 2013

તક  કે  તકલીફ

આજે મળ્યાની તક મળી, તકલીફ ના ગણો.
જત વાત છે  વીત્યાની, વતેસર નહીં  ગણો.

દાવત  અમે  દીધી’તી, આવીને ઊભા આપ,
સ્‍હેજે  કરેલા  પ્યારને,   પર્યાય  નહીં  ગણો.

હૈયે   ધરીને   હામ   લીધો    હાથ   હાથમાં,
ખબર હતી  આ  હેતને, સગપણ નહીં ગણો.

માનો તો  ફરી  આજ  સજુ  પ્રેમ  પુષ્પમાળ,
ભૂલમાં  ઝર્યાં  કુસુમને,  ઝખમ  નહીં  ગણો.

સર્યો  એ  હાથ  મખમલી, આભાસ  અન્યનો,
દિલની ભીનાશ ઝરઝરે, ઝરમર  નહીં  ગણો.

ચાલ્યા  તમે   વિદાર,   અભિનવનાં  રાગમાં,
પલકોના  જલ  ચિરાગને, જલન નહીં  ગણો.

         ———
વિદાર=તોડીને વહેવું

| Comments off

Welcoming Ring

Posted in કાવ્યો by saryu on November 29th, 2012

Welcoming Ring

The young man hugs his granny, like a little boy,
as she puts a ring in his hand.
The young woman’s eyes ask, “What and why?
He says, “Darling! Let me explain.”

“As a little boy, I admired this ring on my gram’s finger.
The sparkling diamonds set amethyst around.
They blinked and winked like the smiling stars.
Grandma had said, ‘One day will come, you will fall in love.
If I like your girl, this ring will be yours.’”

   “This means that granny likes my choice.
She welcomes you, my love! The ring is yours.
You wear this ring for sparkle and shine.
This symbol of love just warms my heart.”

  ———-

| Comments off

સ્નેહ

Posted in કાવ્યો by saryu on November 18th, 2012

સ્નેહ

સ્નેહના વહેણને કોઈ શર્ત નહીં, વરસંતી વાદળીને તર્ક નહીં.
વાયરો વીંટાળે પર્ણ વ્હાલમાં, લીલા પીળાનો  કોઈ ફર્ક નહીં.


મોહના મીંઢોળ  એને  બાંધીયા, જાણીને જાન એની   જાનમાં,
ટેરવે  ગણેલ  એના વાયદા,  મન  મતિ દિલમાં  વિતર્ક નહીં.


સોળે   કળાએ  ખીલનારને,  શોભા   શૃંગાર  તણો   દર્પ  નહીં,
મંત્રમુગ્ધ   બંધાયે    પાંદડી,  છોને   મધુર   કોઈ   અર્ક  નહીં.


દરિયાદિલ  હેતના હીંડોળ  પર, હુલાવે  સૌને  ગમત  ગેલથી,
સ્નેહ  દેણ દાન ને  સ્વીકારમાં, નાતજાત ભેદ કોઈ ગર્ત નહીં.


ક્યાંનો પરિચય, શું છે સગા, પ્રશ્નો  પૂછ્યાનો  કોઈ  અર્થ  નહીં,
વીણાના તાર  સાથ  ઝણઝણે,   કોણ એ વગાડે કોઈ શર્ત નહીં.

________

સ્નેહાળ હ્રદય કોઈ પણ કારણોના બંધનથી પર છે.
નજીવું પાત્ર મળતા, સહજ, સરલ પ્રેમવર્ષામાં ભીંજવી દે.

એક પારેવું યાદ આવે

Posted in કાવ્યો by saryu on October 17th, 2012

એક પારેવું યાદ આવે

એક  ડાળીને  ઝૂલે  કેટલાય  પંખીડા,  ચૈતરમાં ચહેક્યા  વનરાઈમાં.
વાદળના  ફાલમાં   દેખું   સંતાતુ,   મને  એક જ  પારેવું  યાદ આવે.
ઘુઘવતા  સાગરની  લહેરો વચાળે, એક આવી મારા  ઉરને પખાળે,
જોજનની જાળ લે  મોજાની  થાપ, મને એક જ  લહરીયું યાદ આવે.


દફતર પાટીની સાથ દોડાદોડી ને  વળી ભઈલાની ગરવી દમદાટી,

પોતીકા પ્યારથી પસરાવે હાથ, પીઠે ફરતો એ એક હાથ યાદ આવે.
સરખી   સહિયરના    સોણા   સંગાથમાં,   સંતાકૂકડીના    શહેરમાં,
અર્ધા  એ  વેણમાં સમજી  લે  સાનમાં, એવી  સખી  એક યાદ  આવે.


શ્રાવણીના  મેળામાં  ટીખળ ને ટોળમાં નયણાઓ  સપના   સંવારે,

મારા આ ગાલ  જરી આજે  લજાય મને એક એ ઈશારો  યાદ આવે.
આવકાર  આલિંગન ઘડીના મેળાપ, કળી હસતી ને રડતી વિદાયે,
વીતેલી  વાતના ખુશનમ   ખાલિપામાં  એક  અશ્રુબિંદુ  યાદ  આવે,


તારા ભરપૂર  પેલી  ગંગા આકાશ, એવી  યાદો ભરપૂર  ઝિંદગાની,

ખરતા તારા સમી, ઓચિંતી યાદ  કોઈ  આવી મારી આજને ઉજાળે.

——–

| Comments off

પુષ્પ ગુચ્છ

Posted in કાવ્યો by saryu on October 14th, 2012

05 Paintings-merge

push gu-GSS

| Comments off

Book-2 Smile in Tears આંસુમાં સ્મિત-True stories in words and verses-English/Gujarati

Posted in કાવ્યો by saryu on October 4th, 2012

#1 book2-cover          RE- FINAL-Smile in Tears

This book includes stories followed by poems in English and Gujarati. Several poems in English and Gujarati.
The hard copy will be ready in a few months.

| Comments off

Assurance ભરોસો

Posted in કાવ્યો by saryu on August 4th, 2012

Assurance

Her small self wonders, where are we going?
Hand in hand – where will grandma will take me?
The delicate face looks up into my eyes;
“Will you stay with me wherever we go?”

They started a new life, walking side by side,
Pleasing promises, the moments abide.
Once in a while a suspicious smile,
“Will you stay with me forever or not?”

Very old age, dependent upon kin,
The service and care are over, forgotten.
The wrinkled face whispers, worried,
“Will you stay with me or leave?”

I turn, look back, through a haze of tears,
My steps take me far but not forever.
I promise, my love, I shall return,
Please keep the wick fully upturned.

ભરોસો

સાવ  સુંવાળી  આંગળીઓ  આ પુખ્ત હાથને પકડે,
ક્યાં  લઈ   જાશો  પૂછી પૂછી  એ મહામાતને  ઝકડે.
કોમળ  ચહેરો   ઉપર  ઊઠીને  ઓષ્ઠ પાંદડી  ખોલે,
“નાની! જ્યાં ત્યાં જઈએ મારી સાથે તો રહેશો ને?”

સપ્તપદીના   સાત પગથીયાં અનેક વચને  જોડે,
આગળ  પાછળ  ચાલી ચાલી  જીવનરાહને  મોડે.
પ્રશ્નપ્રભાવિત નયણા મંજુલ વિરહવ્યથામાં બોલે,
“ભલે દૂર જાઓ સાજન પણ દિલમાં તો રહેશો ને?”

વર્ષોના  વહેતા  વહાણામાં   કર્યા  કામ   સૌ   વિસરે,
ઘરડી આયુ, એકલતામાં, સ્થગિત સમય ના નીસરે.
થઈ  પારેવા અહીંતહીં  ઊડે, ભલે  દૂર   જઈ  વિહરે,
“બેટા! જ્યારે જરૂર  પડે  તંઈ  સાથે  તો  રહેશો  ને?”

સંવેદનશીલ  સવાલ  પ્રિયના ત્રસ્ત તરંગ  જગાડે,
સાથે   રહેવું    કે  નહીં   એ   તો    સંજોગો   સંચારે.
અશ્રુ  ઓજલ નયનોમાં  આ  એક વચન વાંચી લે,
જરૂર  પરત આવીશ  દોડી  તું   બાંહોમાં  ખેંચી  લે.
——–
The question is raised at the different stages in the life by different relations. The loyalty and trust are promised and delivered.

| Comments off

મામા કવિ નાથાલાલ દવે

Posted in સ્વાનુભવ by saryu on July 14th, 2012

Upon Her Loss

Posted in કાવ્યો by saryu on June 6th, 2012

Upon Her Loss..

What do I say when you stand alone,
Forever and final saying, “So long.”
What do I say when he wanted to stay,
But death did come to take him away….

What do I say when you can’t hold hands,
Your life-long trip abruptly ends.
What do I say when tears don’t flow,
Dark inside, the lights don’t glow….

What do I say when you are so sad,
I sit so far, just feeling so bad.
The flow of grief will slowly subside,
We all are here to stand beside….

———-

To a dear friend…

| Comments off

« Previous Page« Previous entries « Previous Page · Next Page » Next entries »Next Page »

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.