નેહની લહેર
નેહની લહેર
સુતર આંટીની સમી આ ઝિંદગાની,
ખેંચુ એક તાર વળે ગુંચળે વીંટાતી.
મન ઝાલે એક તાર સોણી સમજણથી,
ને હું ઢીલ મુકું ભલાભાવે રણજણતી.
નેહના લહેરિયામાં જાઉં રે તણાતી,
અવળી ધારા અદલ પ્રીત એ જણાતી.
પંખીની પાંખ સાથ વાદળી વણાતી,
સૂકાની સાથ જ્યાં લીલોતરી લણાતી.
શાંતિના સરવરમાં ઘમઘમતી ઘુઘરી,
પાંચીકા પારવી ને પગદંડી ચિતરી.
તાર તાર તન્મયતા કામળી વણાવી,
એકાંતે આજ એની હુંફંમાં સમાણી.
——–
સાધનાના રસ્તે, સમજણ વધે અને અભિમાન ઘટે.
અવળી ધારા=રાધા જેવો, અદલ=સાચા પ્રેમનો અનુભવ.
શાંતચિત્તમાં અનુભૂતિ, રમવાના પાંચીકાનો ઉપયોગ પ્રગતિ માટે કર્યો. સતત પ્રયત્ન. આત્મજ્ઞાન.