સહજ સરળ
સહજ સરળ
આરજ રજકણને ખંખેરો,
ખાલી માટીનો સંચેરો,
કરતા રહેવો રે સંજેરો.
મારગ કરો સરળ અલબેલો.
આવળ બાવળને લઈ પકડી,
સીસમ સમજી રહી’તી જકડી,
થયું ભલુ એણે તરછોડી,
મારગ થયો સરળ અલબેલો.
આંગણ કોળ્યો તુલસી ક્યારો,
કુમ કુમ પગલીનો સથવારો,
થાપણ એને ગણી સંવારો,
મારગ સજ્યો સરળ અલબેલો.
ક્ષણ, ક્ષણની પાછળ દોડે,
માનુષ મનસા મોતી જોડે,
જો આ ભ્રમણા દોરી તોડે,
મારગ સહજ સરળ અલબેલો.
——
આરજ= ખાનદાન આર્યન