સ્નેહ
સ્નેહ
સ્નેહના વહેણને કોઈ શર્ત નહીં, વરસંતી વાદળીને તર્ક નહીં.
વાયરો વીંટાળે પર્ણ વ્હાલમાં, લીલા પીળાનો કોઈ ફર્ક નહીં.
મોહના મીંઢોળ એને બાંધીયા, જાણીને જાન એની જાનમાં,
ટેરવે ગણેલ એના વાયદા, મન મતિ દિલમાં વિતર્ક નહીં.
સોળે કળાએ ખીલનારને, શોભા શૃંગાર તણો દર્પ નહીં,
મંત્રમુગ્ધ બંધાયે પાંદડી, છોને મધુર કોઈ અર્ક નહીં.
દરિયાદિલ હેતના હીંડોળ પર, હુલાવે સૌને ગમત ગેલથી,
સ્નેહ દેણ દાન ને સ્વીકારમાં, નાતજાત ભેદ કોઈ ગર્ત નહીં.
ક્યાંનો પરિચય, શું છે સગા, પ્રશ્નો પૂછ્યાનો કોઈ અર્થ નહીં,
વીણાના તાર સાથ ઝણઝણે, કોણ એ વગાડે કોઈ શર્ત નહીં.
________
સ્નેહાળ હ્રદય કોઈ પણ કારણોના બંધનથી પર છે.
નજીવું પાત્ર મળતા, સહજ, સરલ પ્રેમવર્ષામાં ભીંજવી દે.
Pauline Z. Snow said,
May 7, 2013 @ 1:26 am
સ્નેહાળ હ્રદય કોઈ પણ કારણોના બંધનથી પર છે. નજીવું પાત્ર મળતા, સહજ, સરલ પ્રેમવર્ષામાં ભીંજવી દે.