Archive for કાવ્યો

મહાભારતના પાત્રો-Characters of Mahabharat

Posted in કાવ્યો by saryu on November 1st, 2008

મહાભારતના પાત્રો

IMG_0413

મહાભારતના પાત્રો

જીજ્ઞાસુ અર્જુન ગીતાનો   જ્ઞાનપ્યાસમાં    વિચરે
દ્રોણાચાર્ય  હું   બની ફરું     ગત   કર્મોના  સંસ્કારે

 આ દુર્યોધન  જે  વસે મહીં,    કામ ક્રોધ   આધારે
મન સત્તાધારી ધૃતરાષ્ટ્ર જે મોહવશ થઈ રાજ કરે

 માયાળુ ને પ્રેમભર્યા એ  ’હું’ કર   ભીષ્મ દુઃસંગ કરે
સમતા જ્ઞાન   વિવેક  છતાંયે  કુરુકાંત  આસક્ત રહે

 પાંચ ચક્રને જાગ્રત કરતી  પાંચાલી વશીકાર બને
 કૃષ્ણ એ મારો અંતર આત્મા  નહીં  રે  મંદિર મંદિરે

કુરુક્ષેત્રની   લખી   કહાણી   અનેક    પાત્રો   વાળી
મુનિવ્યાસ તમ વાર્તા  શૈલી  ગહન અતિ મર્માળી

——————————

The Bhagavat Gita: Paramahansa Yogananda
Arjun of the Gita, who is gentle and ever curious to learn for the betterment of Self.
Dronacharya is the instilled character based upon our past life experiences.
Duryodhan is the symbol of our desires and resulting anger within us.
Dhrutarashtra, the blind father, is the infatuation which obscures our judgment.
Bhishma, our ego, is kind and loving with discriminative intelligence,
                    who remains entangled with the ego centered activities.
Panchali  i
s the life force who awakens the spiritual goodness.
Krishna is our soul within, can not be found in temples.
The story of Kurukshetra is the body field.
Muni Vyaas has written a wonderful story of many characters with very deep
                  and subtle meaning.

અર્જુનઃ સાધક saadhak.       દ્રોણાચાર્ય: સંસ્કાર sanskaar.
દુર્યોધનઃ કામના kaamana.    ધૃતરાષ્ટ્રઃ મોહાંધmoh-andh.
ભીષ્મઃ અહંકાર ego.     પાંચાલી, દ્રૌપદીઃ કુંડલિની kundalini.
કુરુક્ષેત્રઃ શરીરક્ષેત્ર sharirkshetra.

                      મારી સમજ અનુસાર, નમ્રતાપૂર્વક-Saryu

ઉપેક્ષા

Posted in કાવ્યો by saryu on October 25th, 2008

ઉપેક્ષા- સરયૂ પરીખ

sukayela-pan.jpg 

ઉપેક્ષા

ભૂલેલા    કોલ   અને     ભાવોની   ભૂલ
નીકળેલા  બોલ અને અધખીલ્યા ફૂલ
પ્રેમનીર    વિના    તરસ્યા   રહી  જાય
પીળા 
 પાન   પછી    લીલા  ના   થાય

સહોદર  ને  સાથી  કે    નાનેરા    બાળ
અંતરનાં    આંગણમાં  યાદોની    જાળ
રુષ્ક     શુષ્ક    મોસમ     જો          જાય
પીળા   પાન   પછી    લીલા   ન   થાય

નાજુક    નવબંધન,   પીયુની    પ્યાસ
વાવેલી   વેલીને      માળીની       આસ
વેલ   વ્હાલપની    જો     એ     કરમાય
પીળા  પાન   પછી    લીલા    ના થાય

સમય  ના  સાંચવ્યો,  ચાલી ગઇ રાત
તુટેલા    હૈયા   ને   વીતી   ગઇ     વાત
બળી    રાખ    હવે    ઇંધણ    ના   થાય
પીળા   પાન    હવે    લીલા   ના   થાય

———-

2007 ની જાન્યુઆરી બેઠકનો વિષય હતો અપેક્ષા અને ઉપેક્ષા. તેમા ઉપેક્ષા ઉપર સર્યુબેને તેમની આ કૃતી રજુ કરી હતી.કાવ્યનો મધ્યવર્તી વિચાર હતો. જતન માંગતા સબંધો કે મન કે આંગણની વેલ ઉપેક્ષા કરશો નહિ અને સમય જો વીતી ગયો તો…
તુટેલા હૈયા, ને વીતી ગઇ વાત
બળી રાખ હવે ઇંધણ ના થાય
પીળા પાન હવે લીલા ના થાય.

Entry Filed under: સરયૂબેન પરીખ, સભ્યોની રચનાઓ, કાવ્ય રસાસ્વાદ

2 Comments Add your own

| Comments off

બાંધછોડ

Posted in કાવ્યો by saryu on September 24th, 2008

બાંધછોડ

સરોવર છોડીને પ્યારા! ચાલને પર્વત પરે
નવકેતન વસવા  હવે જૂનું  ઘર તજવું પડે–

સ્વપ્નને સાકાર  કરવા સ્વામિનો સંગાથ હો
માવતરના   આંગણાની   હુંફને   જરવું   પડે–

પાઈને   પીવા  સખી!  અમીના   બે  ઘૂંટ   હો
વૈરનું   ભારી   ભરેલું   વિષ   ઓળખવું   પડે–

સત્યના    સાતત્યને  આ   દંભના  દેખાવથી
સાચને   સાંચવી   જાનમ!  જૂઠ તારવવું પડે–

મૃગજળની  મોહિનીથી  મુક્તિનુ હો  ઉડ્ડયન
માંયલી   ભ્રમજાળને  તપ   કરી  તરવું   પડે–

——-

———————-

Move from Lakes of Brightwater to the Hilly Austin

રુક્ષતા

Posted in કાવ્યો by saryu on September 11th, 2008

રુક્ષતા

લીલાછમ  ખીલેલા  બાગમાં
અકારણ   વૃક્ષોની   શુષ્કતા
            
એવી સાજણ તારી રુક્ષતા

ખુશખુશાલ વારિના  વ્હેણમાં
ધારદાર પથ્થરની તીક્ષ્ણતા
          
એવી સાજણ તારી રુક્ષતા

પૂર્ણ   ચંદ્ર ખીલ્યો આકાશમાં
કાળા   વાદળની    નિગ્રહતા
            
એવી સાજણ તારી રુક્ષતા

તીરછી    નજરુનાં    ઉમંગમાં
કોરા   નયનોની   નિરપેક્ષતા
           એવી સાજણ તારી રુક્ષતા

 લંબાતો  હાથ  સ્નેહ સ્પર્શમાં
સૂનમૂન  મુઠ્ઠીની    નિશ્ચેષ્ટતા
        
એવી સાજણ તારી રુક્ષતા

સુખ-અક્ષર જીવતરના પ્રૃષ્ઠમાં
રુસણાંના    ચેકચાકની    વ્યથા
              
એવી સાજણ  તારી રુક્ષતા

——————————————————————

| Comments off

નિખાલસતા

Posted in કાવ્યો by saryu on September 6th, 2008

IMG_0641

નિખાલસતા

 કર્તા   ને  ભોક્તાનો   વ્યથિત   મનભાવ
અહંકાર   પ્રેરિત   મનવૃત્તિ     પ્રતિભાવ
વિચારોના વમળે   ચકરાવે    ચિત્તનાવ
દીનહીન     વાસનાને       ડંખે    અભાવ

 અહંમ   ને    અપેક્ષા    અટકાવે     આનંદ
જ્યમ, કંટક  હો કંઠમાં,  ભોજન   બેસ્વાદ
‘ હું ‘    સાંચો      સતવાદી     વિતંડાવાદ
સ્વાભિમાન    નામે    વૈર   ને   વિખવાદ

 વિક્રાંતિક   વાણીમાં    અક્ષર    મૂલવાય
શબ્દોના    અર્થોમાં      પંડિત    અટવાય
મિતભાષી નમ્ર ગુણી વ્હાલથી મલકાય
સ્વચ્છ સ્ફટિક અંતરમાં ભક્તિ છલકાય

——————– 

મલ્હાર

Posted in કાવ્યો by saryu on June 21st, 2008

  મલ્હાર

મેહુલા ને   અવનીની   અવનવી  પ્રીત
 માદક મંજુલ   મુકુલ  ગોષ્ઠિની   રીત—

કળીઓને    થાય   હવે ખીલું   સજીસાજ
મારો મેહ  આવ્યો લઈ મોતીનો તાજ—

ચાતક     બપૈયાની    ઉંચી   રે    ચાંચ
સંતોષે   ટીપાથી    અંતરની   પ્યાસ—

કણ કણ માટીને મળી એક એક ધાર
ઓતપ્રોત અંકિત અનોખી રસ ધાર—

મીઠો   તલસાટ   સહે  મેહુલાનો   માર
ધરતી દિલ ભરતી થનગનતી દઈ તાલ

મને   એમ  લાગે   તું   મારો   મેઘ રાજ
સૂનીસૂની તુજ વિણ તું આવ્યો મારે કાજ

મારો    મન    મોરલો    નાચે     થનકાર
જ્યારે    તું    આવે    હું    સૂણતી   મલ્હાર
—————–

ઉંમર ઉંમરના ઓજસ

Posted in કાવ્યો by saryu on June 14th, 2008

ઉંમર ઉંમરના ઓજસ

પાપા  પગલીને  વળી  પાણીનો   હોજ
છબછબીઆ   કિલકારી  અલૌકિક મોજ
મુદિત  મન  માંનુ, ” અહો! મારા પ્યાર,
જોઇ    લો,   છે   ને  અજબ   હોશિયાર!”

મહત   શ્વેત    શીખરે  આરોહણ    આજ
ચઢતી    યુવાની   અલબેલો    અંદાજ
વિશ્વ   એમ  બોલે, ” વિજયી  બલવીર,
જુઓ  આજ  ઉભો  અજબ    હોશિયાર!”

રંગમંચ      શોભાવે      લેતો       ઇનામ
વખાણે    વધાવે   કર્યુ    સેવાનુ    કામ
સદભાવી   બોલે,  ” દયાળુ,  દિલદાર,
જુઓ  આ  આદર્શ  અજબ   હોશિયાર!”

દસ  કદમ ચાલીને  આવે  અંહી  આજ
અધિકતમ   આયુ  તોયે   હરે ફરે  આજ
સાથી   સમ    બોલે,  ” ધૈર્યવાન   યાર!
જુઓ આ   મક્કમ  અજબ    હોશિયાર!”

સમયના     હોઠ    પર     આયુનુ      ગીત
પળ પળના તાર   પર અદૄભૂત   સંગીત
વિધવિધ આ વર્ષોનો  શ્રાવણ  ઝરમરસે
કૃતાર્થ   મન  ઝીલજે   આનંદ ઘન વરસે

————
ઓજસ=પરાક્રમ

Stages of Ages

Sweet little baby climbs in the tub
Frolicking splashing the water around
Giggling screeching expresses her joy
Mom applauds, “What an achiever!”

Energetic youth  climbing  a peak
Marvelous  mystic  wonderful  slick
Shouts and screams with exuberant joy
The world applauds, ” What an achiever!”

Precious and poised mounting the stage
Holds  the trophy  for  unique courage
Cheers and praise  sharing the joy
The people applaud, ” What an achiever!”

Old and fragile climbs the wheelchair
Glides  to do  her  menial  chores
Song of age on the lips of time
Spouse applauds, ” What an achiever!”

Stages of ages has their own milestone
Blessed heart  cherish  each  time-tone

———–

Mae’s description of Ava, my inspiration for this poem.        Saryu Parikh

JOY

Posted in કાવ્યો by saryu on April 16th, 2008

JOY

Kethan                                        Ava

JOY

The sparkling joy in baby’s eyes
The jovial smile bound to mesmerize

The convivial grin under twinkly stars
Celebrates seven sweet months so far

The rejoicing beam dazzles and darts
Marvelous mischief steals our hearts

The giggles and laughter catchy and gold
Pure and bright reflection of soul
———————-

The English poem was written right after spending five days with, about 8 months old, Kethan at Sangita-Mridul’s house. The Gujarati kaavy came to me after two weeks. Ava, Samir and Mae’s daughter, is also about 8 months old in this picture.Saryu/Bena

બાલ-હાસ્ય

ઝબૂકે  નયનોમાં  આનંદ   નયનતારા
બાળકની   આંખૉમાં   સ્નેહના  ફુવારા

મસ્તીખૉર   મૂસ્કાને  મુગ્ધ   મારૂં  મન
ચમકંતા    ચક્ષુ    તળે   ખીલે    ચમન

મધુમીઠાં  કલરવથી મોહી  લીધા દિલ
ખિલખિલાટ   હાસ્યે    હસાવે   ખુશદિલ

સાત  માસ  આયુ-ફૂલ  ખીલ્યું   નિશ્ચિંત
શુદ્ધ શુભ  આત્માનુ   સ્મિત   પ્રતિબિંબ

—————–


સુફીયા અંજલી

બે પેઢીનુ અંતર / Generation Gap

Posted in કાવ્યો by saryu on March 16th, 2008

બે પેઢીનુ અંતર

“નાત  તેડાનું  નોતરું  આવે
               જાતાં  બીજે  ગામ
    નાનાં મોટાં સાબદા થઈને
            હાલ્યાં   જમવા   કાજ
    બૈરા બૂઢાં  ગાડે   બેહે
               બીજા   હાલે  વાટ
    હસતાં રમતાં ગાતા જાતાં
           અંતર  ગાઉ બે ગાઉ”
  
     ” બાપુ એતો કેવું લાગે
            કોશ  ચાલીને   જાવ
        અમથાં ખાલી જમવા માટે
          નવરાઓનુ   કામ!”
 
    કાન માંડીને સૂણતી ત્યારે
            ચિત વિચિતર વાત
    સરળ સાદા ગ્રામજનોમાં
           સૌનો    હરખ  સાથ

      ગાઉ   ચાલુ   છું   એકલી ,
       સૂણું  બાપુ તણી   ઇબરત!
     “જન સમૂહની ખુશી વિના
       વાંઝણી   આ   કસરત”!

                                                                                                   ગાઉ=કોશ= ૨ માઇલ,  ઇબરત= ઠપકો

| Comments off

હળવુંફૂલ હૈયું

Posted in કાવ્યો by saryu on March 15th, 2008

 

P01

હળવુંફૂલ હૈયું

સ્નેહ સભર ઝરણું  ખળખળતું વહ્યું  જાય
  હળવુંફૂલ      હૈયું     હરખાતું    તર્યું     જાય

  સરળ મસ્ત મધુ હાસ્ય પળમાં  વિલાય
  સ્વાર્થ મોહ દ્વેષનો પથ્થર ત્યાં પડ્યો, હાય!

  અમી રસ  અટક્યો   ને   ફૂલડાં   કરમાય
   સંકુચિત    વાસનામાં    વૈભવ   શરમાય

   ગહન જ્ઞાન   નિદિધ્યાસ   ગુરુકૃપા  થાય
   કપટ  ક્લેશ પ્હાણ  પૂરા  જોશથી  ફેંકાય

   અમોલ   ત્યારે  સૃષ્ટિની   વૃષ્ટિ   વરતાય
   હળવુંફૂલ       હૈયું     માનવનું     મલકાય

                                                         નિદિધ્યાસ=સતત ચિંતન


« Previous Page« Previous entries « Previous Page · Next Page » Next entries »Next Page »

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.