મલ્હાર
મલ્હાર
મેહુલા ને અવનીની અવનવી પ્રીત
માદક મંજુલ મુકુલ ગોષ્ઠિની રીત—
કળીઓને થાય હવે ખીલું સજીસાજ
મારો મેહ આવ્યો લઈ મોતીનો તાજ—
ચાતક બપૈયાની ઉંચી રે ચાંચ
સંતોષે ટીપાથી અંતરની પ્યાસ—
કણ કણ માટીને મળી એક એક ધાર
ઓતપ્રોત અંકિત અનોખી રસ ધાર—
મીઠો તલસાટ સહે મેહુલાનો માર
ધરતી દિલ ભરતી થનગનતી દઈ તાલ
મને એમ લાગે તું મારો મેઘ રાજ
સૂનીસૂની તુજ વિણ તું આવ્યો મારે કાજ
મારો મન મોરલો નાચે થનકાર
જ્યારે તું આવે હું સૂણતી મલ્હાર
—————–
vijayshah said,
June 22, 2008 @ 12:57 pm
મેહુલા ને અવનીની અવનવી પ્રીત
માદક મંજુલ એની ગોષ્ટીની રીત—
મેઘ અને અવનીની પ્રીત માણી..સરસ રચના