ઉંમર ઉંમરના ઓજસ
ઉંમર ઉંમરના ઓજસ
પાપા પગલીને વળી પાણીનો હોજ
છબછબીઆ કિલકારી અલૌકિક મોજ
મુદિત મન માંનુ, ” અહો! મારા પ્યાર,
જોઇ લો, છે ને અજબ હોશિયાર!”
મહત શ્વેત શીખરે આરોહણ આજ
ચઢતી યુવાની અલબેલો અંદાજ
વિશ્વ એમ બોલે, ” વિજયી બલવીર,
જુઓ આજ ઉભો અજબ હોશિયાર!”
રંગમંચ શોભાવે લેતો ઇનામ
વખાણે વધાવે કર્યુ સેવાનુ કામ
સદભાવી બોલે, ” દયાળુ, દિલદાર,
જુઓ આ આદર્શ અજબ હોશિયાર!”
દસ કદમ ચાલીને આવે અંહી આજ
અધિકતમ આયુ તોયે હરે ફરે આજ
સાથી સમ બોલે, ” ધૈર્યવાન યાર!
જુઓ આ મક્કમ અજબ હોશિયાર!”
સમયના હોઠ પર આયુનુ ગીત
પળ પળના તાર પર અદૄભૂત સંગીત
વિધવિધ આ વર્ષોનો શ્રાવણ ઝરમરસે
કૃતાર્થ મન ઝીલજે આનંદ ઘન વરસે
————
ઓજસ=પરાક્રમ
Stages of Ages
Sweet little baby climbs in the tub
Frolicking splashing the water around
Giggling screeching expresses her joy
Mom applauds, “What an achiever!”
Energetic youth climbing a peak
Marvelous mystic wonderful slick
Shouts and screams with exuberant joy
The world applauds, ” What an achiever!”
Precious and poised mounting the stage
Holds the trophy for unique courage
Cheers and praise sharing the joy
The people applaud, ” What an achiever!”
Old and fragile climbs the wheelchair
Glides to do her menial chores
Song of age on the lips of time
Spouse applauds, ” What an achiever!”
Stages of ages has their own milestone
Blessed heart cherish each time-tone
———––
Mae’s description of Ava, my inspiration for this poem. Saryu Parikh
vijayshah said,
June 22, 2008 @ 12:56 pm
સરસ રચના
ભાવનગરી લઢણમાં બે વખત વાંચ્યું
મઝા પડી ગઈ