ઉપેક્ષા
ઉપેક્ષા- સરયૂ પરીખ
ઉપેક્ષા
ભૂલેલા કોલ અને ભાવોની ભૂલ
નીકળેલા બોલ અને અધખીલ્યા ફૂલ
પ્રેમનીર વિના તરસ્યા રહી જાય
પીળા પાન પછી લીલા ના થાય
સહોદર ને સાથી કે નાનેરા બાળ
અંતરનાં આંગણમાં યાદોની જાળ
રુષ્ક શુષ્ક મોસમ જો જાય
પીળા પાન પછી લીલા ન થાય
નાજુક નવબંધન, પીયુની પ્યાસ
વાવેલી વેલીને માળીની આસ
વેલ વ્હાલપની જો એ કરમાય
પીળા પાન પછી લીલા ના થાય
સમય ના સાંચવ્યો, ચાલી ગઇ રાત
તુટેલા હૈયા ને વીતી ગઇ વાત
બળી રાખ હવે ઇંધણ ના થાય
પીળા પાન હવે લીલા ના થાય
———-
2007 ની જાન્યુઆરી બેઠકનો વિષય હતો અપેક્ષા અને ઉપેક્ષા. તેમા ઉપેક્ષા ઉપર સર્યુબેને તેમની આ કૃતી રજુ કરી હતી.કાવ્યનો મધ્યવર્તી વિચાર હતો. જતન માંગતા સબંધો કે મન કે આંગણની વેલ ઉપેક્ષા કરશો નહિ અને સમય જો વીતી ગયો તો…
તુટેલા હૈયા, ને વીતી ગઇ વાત
બળી રાખ હવે ઇંધણ ના થાય
પીળા પાન હવે લીલા ના થાય.
Entry Filed under: સરયૂબેન પરીખ, સભ્યોની રચનાઓ, કાવ્ય રસાસ્વાદ
1. વિવેક | February 12th, 2007 at 1:02 pm
સુંદર રચના..
2.
ઊર્મિસાગર | February 13th, 2007 at 1:42 am
Very nice poem…. congrats Saryuben!