બાંધછોડ
બાંધછોડ
સરોવર છોડીને પ્યારા! ચાલને પર્વત પરે
નવકેતન વસવા હવે જૂનું ઘર તજવું પડે–
સ્વપ્નને સાકાર કરવા સ્વામિનો સંગાથ હો
માવતરના આંગણાની હુંફને જરવું પડે–
પાઈને પીવા સખી! અમીના બે ઘૂંટ હો
વૈરનું ભારી ભરેલું વિષ ઓળખવું પડે–
સત્યના સાતત્યને આ દંભના દેખાવથી
સાચને સાંચવી જાનમ! જૂઠ તારવવું પડે–
મૃગજળની મોહિનીથી મુક્તિનુ હો ઉડ્ડયન
માંયલી ભ્રમજાળને તપ કરી તરવું પડે–
——-
———————-
Move from Lakes of Brightwater to the Hilly Austin

vijayshah said,
September 25, 2008 @ 1:44 pm
નવુ ઘર
નવુ ગામ અને
નવુ વાતાવરણ સર્વ રીતે અનુકુળ થાવ તેવી પ્રભુ પ્રાર્થના
માંયલી મન જાળને જ્ઞાનોદ્યમથી કાપો
અને ઉન્નતિનો માર્ગ સહજ થાય
તે સર્વ મંથનો સહજ બને
તેવી શુભેચ્છાઓ