નિખાલસતા
નિખાલસતા
કર્તા ને ભોક્તાનો વ્યથિત મનભાવ
અહંકાર પ્રેરિત મનવૃત્તિ પ્રતિભાવ
વિચારોના વમળે ચકરાવે ચિત્તનાવ
દીનહીન વાસનાને ડંખે અભાવ
અહંમ ને અપેક્ષા અટકાવે આનંદ
જ્યમ, કંટક હો કંઠમાં, ભોજન બેસ્વાદ
‘ હું ‘ સાંચો સતવાદી વિતંડાવાદ
સ્વાભિમાન નામે વૈર ને વિખવાદ
વિક્રાંતિક વાણીમાં અક્ષર મૂલવાય
શબ્દોના અર્થોમાં પંડિત અટવાય
મિતભાષી નમ્ર ગુણી વ્હાલથી મલકાય
સ્વચ્છ સ્ફટિક અંતરમાં ભક્તિ છલકાય
——————–
vijay Shah said,
September 12, 2008 @ 12:30 am
મિતભાષી નમ્ર ગુણી વ્હાલથી મલકાય
સ્વચ્છ સ્ફટિક અંતરમાં ભક્તિ છલકાય
બહુ સાત્વીક વાત્