રુક્ષતા
રુક્ષતા
લીલાછમ ખીલેલા બાગમાં
અકારણ વૃક્ષોની શુષ્કતા
એવી સાજણ તારી રુક્ષતા
ખુશખુશાલ વારિના વ્હેણમાં
ધારદાર પથ્થરની તીક્ષ્ણતા
એવી સાજણ તારી રુક્ષતા
પૂર્ણ ચંદ્ર ખીલ્યો આકાશમાં
કાળા વાદળની નિગ્રહતા
એવી સાજણ તારી રુક્ષતા
તીરછી નજરુનાં ઉમંગમાં
કોરા નયનોની નિરપેક્ષતા
એવી સાજણ તારી રુક્ષતા
લંબાતો હાથ સ્નેહ સ્પર્શમાં
સૂનમૂન મુઠ્ઠીની નિશ્ચેષ્ટતા
એવી સાજણ તારી રુક્ષતા
સુખ-અક્ષર જીવતરના પ્રૃષ્ઠમાં
રુસણાંના ચેકચાકની વ્યથા
એવી સાજણ તારી રુક્ષતા
——————————————————————