Till We Meet Again સંભાળજો
Till We Meet Again
A piece of my heart
I will hold back tears, wait not wane
And let them roll when I see him again
I know you shield him in your tender loving core
But how do I console my aching soul?
Every time I see the shadow of his face,
I jump out of myself to run and embrace
I hear dreamy sounds in the middle of the night
Will wonder and wish to hold him tight
I know, my loves! Time will pass,
And we’ll melt again in each other’s arms
———————Kethan on a trip to Bangladesh with Daddy.11/09
સંભાળજો
મોકલુ હું આજ સાથે મન કમળની પાંખડીને
જાય જોજન દૂર વ્હાલા! વિરહ છે મુજ આંખડીને
આંસુ અટકે નયન ગોંખે રય જિગરના ટુકડાને
ફરી વહેશે, જ્યારે જોશે, મલકતા મધુ મુખડાને
જાણું છું કે જાળવે તું જીવ કેરા જતનથી
ક્યમ મનાવું મ્હાંયલાને જે વિખૂટે અમ રતનથી
જોવું જોવું અંહી કહીં પરછાઈ એની પ્રતિક્ષણ
તનને છોડી દિલ રે દોડી જાય લેવા બાથમાં ક્ષણ
રાત્રી મધ્યે સુણુ ભ્રામક રુદ્ધ આક્રંદ એનુ
અચરજ અને અભીપ્સાથી હાથમાં એને વીંટાળુ
સમય જાશે જટ વહી ને ભાવભરતી ભેળા થઈશુ
પીગળી જઇશુ પલક પાળે એક સંગમ બનીશુ
———–