દસકામાં વિભાજન
ચિત્રઃ દિલીપ પરીખ
દસકામાં વિભાજન
અવિરત આ જીવનમાં દસકાનુ દર્પણ
પ્રતિબિંબ અલગ કર્મ ક્ષેત્રને સમર્પણ
શીશુકાળ પ્રેમાંગણ હસી ખીલ્યા ચાતુર
બીજા દાયકામાં ચિત્ત ઉત્સુક મન આતુર
ત્રીજા દસકામાં જીવન પૂર્ણ કળા ખીલ્યુ
ચોથામાં ફૂલ મધુ ફળ બની વિલસ્યુ
પંચમ દસકામાં અનુભવથી ગંભીર
સેવા સમર્પણ ધ્યાન અંતર મંદિર
છઠ્ઠા દસકામાં પૌત્ર પૌત્રીની સંભાળ
અદભૂત આ આજ ગુંથે કાલની ઘટમાળ
ગયા દાયકાઓ, પ્રતિબિંબને નીહાળું
પળની કોઇ પરિમલમાં મનને ઝબોળું
એક એક કર્મને મેં પૂર્ણતાથી મ્હાણ્યુ
શાંતિ સંતોષ સહજ એ જ મહેનતાણુ
————–
devika dhruva said,
July 16, 2009 @ 2:10 pm
સંસારનું સુંદર સરવૈયુ,
સંતોષ,શાંતિ સ્વરૂપ સરયૂ,
અહો ,આજ કેવું અનોખું
કલમેથી આપની આજે સર્યું !
Narendra Jagtap said,
November 28, 2009 @ 2:05 am
અદભુત ..સમંનવય..ચિત્રો..અને શબ્દો નુ સુભગ મિલન એટ્લે …સર્યુદિલીપ..આફરીન દીલીપભાઇ ની આંગળીઓ મા જાદુ છે મનહરીલે તેવા ચિત્રો.. ખુબ ખુબ અભિનંદન ..આપ બંન્નેને..