વાસના
વાસના
આજ જોઉં વિસ્તરતો વાસનાનો વડલો
જ્યાંવાવ્યો’તો નાજુક ને નાનોશો છોડવો
અણસમજુ અજ્ઞાની માળી મેં રોકેલા
રંગીલા પાન એણે મમતાથી પોષેલા
અજાગ્રૃત આસ્થામાં કૂંપળો રે ફૂટી
ને વિસ્તરતો વાસનાનો વડલો—
એક પાન ખરતું ત્યાં દસ નવા વિકસે
ઉંડા એ મૂળીયા પથ્થરમાંય વિલસે
જનમ અંતર , અનંત કર્મ પડીયો
ને વિસ્તરતો વાસનાનો વડલો—
બહુ રે મોડું થયુ ને વસમો આભાસ
જીવ મારો રુંધાયે વડલાની પાસ
ભટકું હું! દોડું હું! સંતોની પાસ
કેમ રોકું આ વાસનાનો વડલો?—
જ્યાં વાવ્યો’તો નાજુક નમ છોડવો
ત્યાં ઘેઘૂર આ વાસનાનો વડલો
————–