સંતાનને— Let Go—
સંતાનને
ભાવભર્યા પ્રેમ મધુ ગીતે ઉછેર્યાં
સંસારી સુખચેન સુવિધા વર્ષાવ્યા
હેતાળે પ્રેમાળે કામળે લપેટ્યા
હૈયાની હુંફમાં હિલોળા, ઓ બાળ મારા
મીઠાં અમ મમતાના કુમળાં આસ્વાદને
વળતરમાં આનંદે ભરીયા આવાસને
હાસ્યે અમ દિલને બહેલાવ્યા અશેષને
હૈયાની હુંફમાં હિલોળા, ઓ બાળ મારા!
પણ આવી છે આજ ઘડી શીખવાની ત્યજવાની
આગળ એ ક્યાંય ગયા, નવજીવન નવ સાથી
પાછળ તું વલખા કાં મારે ઓ જીવ મારા?
આંસુના તોરણ ને ઉંના નિશ્વાસ પછી
મન મનન મંથન ને ઉરના ઉજાસ પછી
આપુ છું, મુક્તિ આજ તારા નવજીવનમાં
આપુ છું, મુક્તિ મારી આશાના બંધનમાં
આપુ છું, આંસુ સાથ ખુશી મારા નયનોમાં
સાચા આ સ્નેહની કસોટી,ઓ બાળ મારા
તું જ્યારે ચાહે, છે ખુલ્લુ આ દ્વાર મારુ
આવે તો વારુ, ના આવે ઓવારૂં .
———
Let Go—
We raised you with love and tenderness.
We gave you all the worldly happiness
We surrounded you with all the kindness
You responded and returned all that gentleness
But now I have to learn to let go
I finally emerge,
From the interlude of the emotional blackmail
And tears of my wounded heart’s wail
So my child,
I set you free to your own universe
I set you free from my bondage of desires
I set you free with a happy tear in my eyes
Forever,
Open my heart and open my door
I’m happy you come, discern you don’t