હળ્ય હુઝે
painting by Dilip Parikh
હળ્ય હૂઝે
ધોળા દિયે’ય રોજ લાગે અંધારૂ
રે બેઠા’ર્યા ઘરમાં ઘલાઇને
ધોળેરી ધડકી પર હૉનેરી તડકો થ્યો
આજ હવે કાં’ક હળ્ય હૂઝે
ધરતી ડોલી ને જાણે મચીયું ધીંગાણું
રે લોક ઊંધું ઘાલીને દોડે
આડેધડ હાલીને ધરપત વળી
તં’યે હળુ હળુ હરખુ કાં’ક હૂઝે
તોફાની છોકરા રે રીડીયારમણ કરે
રાડ્યું પાડીને હું થાકી
નોખા ઓરડીયામાં લઈ જઈને પૂર્યાં
તં’યે હવે સાન ઠેકાણે આવી
ઉરમાં ઉધમાત અરે અમથો ઉકળાટ
મને ખિજવાટે અંધારા આવે
હૈડે મારે મીઠી ટાઢક વળે
જયેં ગરૂજી મોં હરખીં હમજાવે
———-
પહેલી કડીઓમાં મનની અજાગૃત અવસ્થા, પછી સફળતા માટે દોડધામ, અસફળતાની નિરાશા, અંતે સમજણ
Pancham Shukla said,
January 27, 2010 @ 5:21 pm
બહુ સુંદર રચના. તળપદી ભાષાની મીઠાશ કંઈ અલગ જ હોય છે.
તમે પઠન કરીને ઓડિયો લિન્ક હજી વધુ મઝા પડે.
Pancham Shukla
Devika Dhruva said,
January 28, 2010 @ 12:08 am
something different !! Nice.
Jugalkishor Vyas said,
February 27, 2010 @ 4:46 am
(Date: Wednesday, February 24, 2010, 4:37 AM
આ ગીતકાવ્યનો લય – ઢાળ– બહુ મજાનો છે. પ્રથમ કડી તો સરસ જ છે પણ પછીની કડીઓમાં વીચારની સળંગસુત્રતા દેખાતી નથી. ગઝલની જેમ કાવ્ય કે ગીતમાં દરેક કડીનો વીષય બદલાવી શકાતો નથી. જોકે દરેક કડીનો સ્વતંત્ર વીચાર કરીએ તો દરેક કડી સારી જ છે.
છેલ્લી કડીમાં ગુરુજીની વાત આગળની કડીઓના અનુસંધાને કઈ રીતે લીધી છે તે સમજાયું નહીં.
કાવ્યનો લય, શબ્દપસંદગી વગેરે ધ્યાન ખેંચે જ છે. મેં ગયે વખતે લખ્યું હતું તેમ દરેક કડીમાં થતું વિષયાન્તર બાદ કરતાં મને રચના ગમી જ છે.
Thursday:
તમે બતાવેલા ખુલાસા મુજબ જોવા જઈએ તો જે ધ્વન્યાર્થ – છૂપો અર્થ – મનમાં હોય તેને અનુરૂપ કલ્પનો હોવાં જરૂરી છે. ધૉળો દિવસ, અંધારૂં, રોજરોજ, આજ વગેરે શબ્દો પેલા અર્થ સુધી લઈ જવામાં વાચકને ઉપયોગી થતા હોવા જોઈએ.
તમારી ધગશ છે ને સર્જનની શક્તિ પણ છે જ.
ધન્યવાદ સહ, – જુ.
Pinky Wadhwa said,
May 24, 2011 @ 1:03 am
Dear Saryu and Dilip Bhai, I accidentally bumped into your magzine. As you remember Saryu from Geeta group, I am that Punjabi girl. I also paint. Really enjoyed the paintings and poetry in English. Gujrati is a little hard to make out for me. But is that a magazine you started and do you write the poetry?
It is lovely experience to go thru your archives.
Pinky Wadhwa