અનુભૂતિ
અનુભૂતિ
કેવો લિસોટો આજ આભમાં?
હળવે જાગેલ દેવ સૂરજના સંચારે
આઘે લસરકો અવકાશમાં
કેવો લિસોટો આજ આભમાં!
સ્તબ્ધ આજ સૃષ્ટિની ભીની સફેદીમાં
સૂર્ય રથ જલ્દી વિહારમાં
એનો લિસોટો આજ આભમાં!
અવની ને અંબર શણગારે સવારને
સોનેરી દામણી લલાટમાં
એનો લિસોટો આજ આભમાં!
સૂર્યોદય લાલી લલનાને લજાવે
રે લપસે કાજળ પલક પાળમાં
એનો લિસોટો આજ આભમાં!
મુકુટધારીની પાસ બેઠાં ગણેશજી
રેખા દોરી હો પરિહાસમાં
એવો લિસોટો આજ આભમાં!
સરયૂ અનંતમાં હો રામજી રવૈયા
ને ક્ષણનો લસરકો હો ધ્યાનમાં
એવો લિસોટો આજ આભમાં!
———-
Mrs.Bakul Vyas said,
February 2, 2010 @ 2:48 am
Dear Saryuben
Thank you for sharing a beautiful poetry which shows the depth of knowledge.
This poem has depth and artistic creation. I had to read it few times.
It is just beautiful like nature.
Regards
Bakul