મૂંઝવણ
મૂંઝવણ
સખી! કેમ કરી જાણું આ મોહનની મોરલી
કે ઠાલી કોઇ વાવરતી વાંસળી!
સખી! કેમ કરી જાણું આ સર્વોત્તમ સાધુ
કે મારા સમ કોઇ જિજ્ઞાસુ!
સખી! કેમ કરી જાણું આ ઇશ્વરના કૃપા કુરુ
કે મનને મનાવેલ ઠગ ગુરુ!
સખી! કેમ કરી જાણું, સ્વીકારું આ શમણું
કે આગળ પંથે કોઇ શરણું!
સખી! કેમ કરી જાણું આ મારગ છે સાચો
કે ભટકું હું મારગ લઈ ખોટો!
આદિ કોઈ કાળમાં કૃષ્ણ અને બુદ્ધા,
આ કાળે ક્યાં, જે મીટાવે મમ ક્ષુદ્ધા!
ભક્તિ ને શાંતિ બે સર્વ પળે શોધ્યા,
કોણ હાથ ઝાલી લઈ જાશે અયોધ્યા!
said,
June 1, 2007 @ 4:26 pm
very nice saryuben..