માફી
માફી
(સાંધામાં પણ સાંધો છે
ને એમા મારે વાંધો છે)
માનવના ભેજાની, કંઇ અવળી સવળી ફાંટો
મારી સર સીધ્ધી વાતોની, વાળે જોને ગાંઠો
અરે! અમે બોલીયા ,” ભલે પધાર્યા”
તો એ સમજે , ” જાઓ પરબાર્યા”
અરે! જો બોલું, ” હવે ક્યારે મળશો?”
તો એ સમજે, ” હવે ક્યારે ટળશો?”
“તમે આ બોલેલા સંધ્યા ટાણે,
તમે તે બોલેલા જમવા ટાણે”
મારા ભોળા દિલને ના ભરમાવો,
આંટીઘુંટીએ કાં ચકરાવો!
માગું માફી કઈ બાબતમાં,
ખામી રહી ગઈ ક્યાં સ્વાગતમાં?
કાંઈ નહી, લ્યો માફી માગું
માફીની પણ માફી માગું
ગર્વ કરો તમ જીત ગણાશે
ને મારે હૈયે ટાઢક વળશે
——-