રિદ્ધિ-સિદ્ધિ
ચિત્રઃ દિલીપ પરીખ
રિદ્ધિ – સિદ્ધિ
મનના માહોલમાં આવે જો શુદ્ધિ
કામ ક્રોધ મોહ પર આવે તો સિદ્ધિ
બંધનને મોક્ષનું કારણ છે બુદ્ધિ
યોગના હલેસા યમોની વિશુદ્ધિ
જન્મો જન્માંતરની નિર્મિત સૂનિધિ
જડમૂળથી જાયે ના દુર્ગુણ દુર્બુદ્ધિ
ઉત્તરોત્તર મનવામાં શાંતિની વૃદ્ધિ
સત્કર્મે ધોવાયે અંતર અશુદ્ધિ
ગણના ગણપતિ સાથ રિદ્ધિ ને સિદ્ધિ
જનના કલ્યાણ અર્થ સંપન્ન સમૃદ્ધિ
—–