માધવ હસતા
ચિત્રઃ દિલીપ પરીખ
માધવ હસતાં
વિશ્વમાં વૈશ્વવિકતા જોઈ
સરલ તરલ ભાવુકતા જોઈ
હૃદય સુજન માનવતા જોઈ
શ્યામ મિલન આતુરતા જોઈ
મીઠું મીઠું માધવ મલકે માનવને હરખાતાં જોઈ
જ્યારે જનમન એક જ તાને
મત્ત મર્મિક ગુંજનના ગાને
સામવેદને જ્ઞાને માને
ઓમકાર સૂર સૂણવા કાને
ત્યારે માધવ મીઠું હસતા માનવને મલકાતા જોઈ
આદત અવળી ના બાળકમાં
સંપૂણૅ શ્રધ્ધા મહા પાલકમાં
ધીર ગંભીર સમતા સાધકમાં
અસીમ પ્રેમ ક્રૃપા પાલકમાં
એવા માધવ મીઠું હસતા માનવને મલકાતા જોઈ