Archive for Uncategorized

આશાપંખી

Posted in Uncategorized by saryu on May 26th, 2010

આશાપંખી

પંખી   પાછળ   બાળક    દોડે     સાગરને    કીનારે,
હમણાં  પકડું,  હમણાં પકડું,  એહી   અનમ  સહારે.

આ  ના   મળીયું , પેલું   મળશે , આશે   કુદકા  મારે,
વણથંભ્યો   એ   હોંશ   હલેસે  ભવ  સાગર  ઓવારે.

આશા પંખી  ફરફર   ઉડે  મનચિત્ત   પર  મંડરાવે,
સોણે   સપણે  વલખાં  મારે  એક  પકડે એક છોડે.

પાંખ    પસારી    ઉપર    ઉડે    ઉમંગ   મોજા  સાથે,
ઝગમગતા   તારા  પર   જઇને   હળવેથી  હરખાયે.

આશા  છે   તો   જીવન  ગુજરે , અરમાનો  સંગાથે,
અદીઠ    દોરે   દિવસો   ગુંથે   આશા  મોતી  સાથે.
————-



Powered By Indic IME