Archive for વાર્તા

નિવૃત્તિ નિવાસ

Posted in વાર્તા by saryu on April 27th, 2008

                                                                     લે. સરયૂ પરીખ

“આજે સરગમ કેમ હજી આવ્યા નહી?”
અવન્તિકાબહેન ક્યારના સવારની પુજામાંથી પરવારી સરગમની રાહ જોઇ રહ્યા હતા.

ચાર મહીના પહેલાં અવન્તિકાબહેન નિવૃતિ નિવાસમાં આવ્યા ત્યારે એમનો ચહેરો જોઇને કોઇને ખ્યાલ પણ ના આવે કે આ બહેન કેટલા હસમુખા સ્વભાવના હશે! બધાનુ કરી છુટે એવા પણ બદલામાં સારી વર્તણૂક ન મળે તો ધમકાવી કાઢતા જરાય વાર ન લગાડે. ભક્તિના નામે રઝળપાટ કરે અને ધાર્મિક ક્રિયાકાંડમાં તન મન અને ધન ખર્ચી નાખે. સાહેબનાં પત્ની તરીકે સુખમય જીવન જીવેલા.

જ્યારે દીકરો વહુ ઘરડા ઘરમાં મૂકવા આવેલા ત્યારે અવન્તિકાબહેન એટલાં મુંજાતા હતા કે આંખના આંસુ પણ સંતાઈ ગયા હતા. આગળની ઓફીસમાં મિસ.મેનનની રાહ જોતાં બેઠા હતા. ત્રણેમાંથી કોણે શું બોલવું એ ખબર નહોતી પડતી. વહુના મનમાં ગુસ્સો અને ધૂંધવાટ ભરેલાં હતા, ત્યારે દીકરો મહેશ અન્યમનસ્ક ભાવથી ક્ષુબ્ધ બની બેઠો હતો. મોટાભાઈ-ભાભીએ તો કહી દીધું હતુ, ‘ તમને યોગ્ય લાગે એમ કરો. બાને ક્યાં અમારે ત્યાં ફાવે છે?’ મહેશ વિચારે કે હવે બીજો કોઈ ઊપાય નથી.જ્યારે બીજી તરફ અવન્તિકાબહેન મનમાં ગણગણતાં હતાં,’ એમાં મે શું ખોટુ કરેલું? મારી સીત્તેર વર્ષની ઊંમરની પણ કાંઈ માનમર્યાદા નથી રાખતા. ભલે, અજાણી જગ્યામાં નાખી જાવ. મારે કોઈની જરુર નથી.’ Read the rest of this entry »