મારી રાહ જુએ

Posted in કાવ્યો by saryu on January 31st, 2013

મારી રાહ જુએ

ઋજુ  રંજન રમંતુ મારી રૂહમાં કે કોઈ મારી  રાહ જુએ  છે.
ચરણ ચાલે ને મન ઊડે આભમાં કે કોઈ મારી રાહ જુએ છે.

કેમ બાંધ્યા આ બારણાંઓ બાગમાં,
પવન  પૂછે  સૂસવતો  સંદેહમાં!
હું તો ઓગળી ગઈ ઝાકળ ઝબોળે,
ડાળ ઝૂલે ને પાંખ થરથરાટ કે કોઈ મારી રાહ જુએ છે.

એક  પગલું  ભરું  ને  કુમકુમ  ઝરે,
શ્વાસ મેલું  ને  પાંદડીયું  ફરફરે.
ઊભી  અહીંયાં  કે  સામે  કિનારે!
સમય સોરે ને ઘડી જાય દોડી કે કોઈ મારી રાહ જુએ છે.

સાથ ચાલું ને પોયણી લળી પડે,
હાથ ઝાલું ને આંગળી હસી પડે.
રૂવેં  રૂવેં  આ  ટાઢી  જલન જાગે,
આંખ રોવે ને ગાલ હરખ હેલે કે કોઈ મારી રાહ જુએ છે.
——-

1 Comment

  1. શ્રી. લલિત પરીખ said,

    February 5, 2013 @ 3:06 am

    Dear saryuben,
    enjoyed viewing your blog.Your poems are really great and wonderful.Keep up your spirit of serving Gujarati and English literature. Lalit Parikh

RSS feed for comments on this post


Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.