જાણી ન જાય
જાણી ન જાય
મને સૌ જાણે પણ કોઈ મને જાણી ન જાય,
વરદ વાણીના વખાણ, ભાવ જાણી ન જાય,
જૂઠાની જાનમાં નાચગાન થાય,
પછવાડે લેણ દેણ માવતર મૂંઝાય.
રૂપાળુ અંગરખું મોભે હરખાય,
ફાટેલી ફેંટ રખે બ્હાર ન કળાય.
ઘોડે અસવાર એના તાણેલા તાસ
કાયર છે કંથ કોઈ ઓળખી ન જાય.
ચમક દમક ચૂંદડીઓ મોંઘી દેખાય,
મોઘમ એ વાત, મૂલ્ય જાણી ન જાય.
ત્યાગ ને વૈરાગ્યના પૂસ્તક વેચાય,
ભગવા એ ભેખમાં સ્વામિ પૂજાય.
કાંચન કામિની જ્યાં મધરાતે જાય,
દીવો બુજાય કોઈ જાણી ન જાય.
સુંદર આ આંગણ ને ચોખ્ખી પરસાળ,
પાછળની પોલને પિછાણી ન જાય.
વટ્ટની વાતુ ને વળી શોભા દમામ,
મ્હાંયલો મૂંઝાય કોઈ પામી ન જાય.
——–
Devika Dhruva said,
August 25, 2011 @ 12:46 pm
મ્હાંયલો મૂંઝાય કોઈ પામી ન જાય.
સરસ રચના
હરનિશ જાની "સ્પર્શ" અને "જાણી ન જાય" પ્રતિભાવ said,
August 27, 2011 @ 12:38 pm
બહુ સરસ–બહુ જ સુંદર ભાવ છે. તેમાં પણ
ત્યાગ ને વૈરાગ્યના પૂસ્તક વેચાય,
ભગવા એ ભેખમાં સ્વામિ પૂજાય.
કાંચન કામિની જ્યાં મધરાતે જાય,
દીવો બુજાય કોઈ જાણી ન જાય.
“સ્પર્શ” છેલ્લી બે લાઈનો વાંચીને મુન્શીની નાયિકાઓ યાદ આવી ગઈ.
ઓષ્ઠોના આહ્લાદક સ્પર્શે વિશ્વ વહે અકર્ષ,
રે સહિયર! સાત રંગના સ્પર્શ.
શબ્દ સૂરો કર્ણોમાં ગુંજે, સ્પંદન ક્રુર કે સહર્ષ,
બહુ બોલ્ડ ભાવ લાગ્યો– આજકાલ આવું લખાતું નથીં. કોલેજના દિવસો યાદ કરાવી દીધા.
શ્રુંગાર ગમ્યો. જગત પિતા– ઉમેરી ભકતિ રસ જમાવ્યો–
હરનિશ જાની..