A White Dress With Red Flowers

Posted in સ્વાનુભવ by saryu on February 9th, 2011

A white dress with red flowers

In my beloved city Bhavngar, on my parents’ teaching salaries, we lived comfortably, even if it was month-to-month living. As a middle-class family, we had our own bungalow with a good-sized garden and more than ten mango trees. I was in charge of taking care of the rose bushes. I had a few dresses which I used to fold carefully and arrange on one shelf in a cabinet. We had not experienced much luxury in our lives, so what you did not have you did not miss having.

When I was a child, I had gotten sick with Typhoid fever and after that, for some unknown reason, I had become a chubby little teenager. My cousins used to tease me, saying, “Double Typhoid, if you worry, you will lose weight.” And I used to ask, “Tell me, how to worry?”

My father did most of the shopping, but for my clothes I always went with my mom. I used to wait for the Saturdays when my mother had half day of school. On shopping day, I would be ready early and with all the silent body language I could muster, I would encourage my mom to get ready. The fear of the arrival of some unexpected guests and any delay because of them was very traumatic for me. I would rush to offer them tea and quickly prepare it and serve the guests. After that, I would stand near the door to express my urgency without being rude.

That special day we went to our newly-found favorite fabric store. The men started showing us different fabrics for my dresses. That special attention to this thirteen-year-old girl was sweet like honey. One man brought out a roll of fabric from the far corner. As soon he unrolled this soft white georgette with tiny red flowers, I was sold. The measuring tape came to the end, showing some damaged material. My mom said, “We cannot buy this fabric.” My eyes were glued to the fabric. The tears shined in my eyes. My mom gave in. The dress was made from that smooth material and I was allowed to wear it only on special occasions. I was quite pleased just folding and unfolding that white dress with red flowers.

One day I was feeling sick, so I went to my uncle’s small medical clinic. He did not clearly explain to me that pneumonia is a serious thing to have. I was in pain that whole afternoon. When my mom came home from school and saw my face, she felt very guilty for going to work. I barely remember the next four days as my mom was hovering around my bed and my father had a worried look on his face. In the middle of the night they were rubbing medicine on my side so I could breath. My brother was going in and out of my room trying to find ways to cheer me up. We had lost my five-year-old sister after two days of fever less than four years prior. That heart-wrenching experience was quiet, yet very loud all around us.

On the fifth day I was a little better. I was to get a sponge bath. I was lazily looking around and I ended up staring at the white dress with red flowers in the cabinet. My mother followed my stare and smiled. Right after my sponge bath she brought out that dress and helped me to wear it. As my brother walked in, he saw the grin on my face and started to tease me, and I giggled for the first time in days.

As my awareness returned, the first thing I remember was that my hand and fingers seemed thinner. Just then I realized that I had lost significant weight. Wow! My dream came true.

During more than two weeks of recovery many friends came to visit me. I had a very loyal friend name Hansa. She had so much affection for me that I used to take her for granted and for any small thing I used to pick a fight and stop talking to her. My mother used to tell me, “Saryu! If you do not value the love coming your way, you will stop receiving it.” With three other friends she came to see me. I responded with a gracious welcome and after that I learned to appreciate her generous interactions with me.

That day, I was feeling good enough to go out and check on my roses. A beautiful pink rose was smiling at me. I plucked it to take inside the house. I saw my mother sitting at her desk working on her poem. I presented that rose to her. Her smile expressed her relief knowing that I was healthy again. The next day I saw that the rose was carefully arranged in between the pages of her book.I resumed my activities as a slimmer, prettier teenager. The white dress always remained my favorite even after I had outgrown it.

Years had gone by. After marriage, we had settled in America. In 1993, mom passed away in Vadodara. Afterward, I went back to our old house, the home I had left twenty four years before, leaving a void in the lives of my loved-ones. I was feeling raw emotions in the deepest corner of my heart. When I opened my mother’s cupboard, I saw my white dress with the red tiny flowers and her book next to it holding that pink dry rose. I was overwhelmed with emotions as if the little girl was looking out from the secret window of my heart! I looked with my tear-filled eyes as somebody entered the room.

Our maid-helper of many years had come with her granddaughter, Mena. She told me that she had seen my mother touch this dress tenderly with a gentle smile on her face when she used to miss me most. I held that dress close to me for a few minutes and handed it to Mena. A joyous smile brightened her face and she left with her grandmother, giggling.

I took the book with the pink rose and sat there, enveloped in the arms of the warm memories.

———————–

લાલ ફૂલો વાળો સફેદ ડ્રેસ

મારા પ્યારા ભાવનગરમાં, મારા માતા-પિતાની શિક્ષકની નોકરીની આવકમાં, અમારા નાના કુટુંબની જરુરિયાતો સંચવાઈ જતી. એક મધ્યમ વર્ગના સભ્યો તરીકે, અમારૂ પોતાનુ ઘર હતુ, બગીચામાં દસેક આંબા હતાં.  જોકે કેવળ ગુલાબના છોડની સંભાળ રાખવાની મારી જવાબદારી હતી. મારી પાસે આંગળીને ટેરવે ગણી શકુ એટલા કપડાં હતાં. કબાટમાં, કાચના બારણા પાછળ, સંકેલીને એક ખાનામાં ગોઠવાઈને મારા કપડા મુકાયેલા રહેતાં. અમને જીવનમાં જીવન જરૂરિયાત કરતા વધારે એશો આરામનો અનુભવ નહોતો તેથી અદ્યતન સગવડતાઓની કમી છે, એવી સમજ નહોતી પડતી.

મને આંઠ-નવ વર્ષની ઉંમરે ટાઇફૉઇડ થયો અને ત્યાર પછી કોઈ અજાણ કારણથી હું જાડી થઈ ગઈ હતી. મને ચિડવવા ‘ડબલ ટાઈફોડ’ નામ પણ આપેલુ.
પાછા ઉપરથી સલાહ આપનાર કહેતા, “તું ચિંતા કરે તો પાતળી થઈ જાય.”
તો હું ભોળા ભાવે પૂછતી, “મને કહો, ચિંતા કેમ થાય?”

ઘરની લગભગ બધી ખરીદી મારા બાપુજી કરતા, પણ મારા કપડા ખરીદવા મારે બાની સાથે જવાનુ થતું. શનિવારે બાને સવારની અરધા દિવસની શાળા ચાલુ હોય તેથી બપોરે જવાનુ શક્ય બનતુ. ખરીદી કરવા જવાના દિવસે મારા ઉત્સાહને કાબુમાં રાખવાનુ અઘરું કામ હતુ. બપોરનુ જમવાનુ પુરૂ થતાં બા જલ્દી આરામ કરી લે તે વાસ્તે શેત્રંજી અને ઓશીકું ગોઠવીને તૈયાર કરીને મુકી દેતી. પછી ચા પણ બનાવી આપુ. પણ સૌથી મોટો ભય અતિથિ આવીને ઉભા રહેશે એનો રહેતો. અને એવું બને ત્યારે મારા મનનાં અણગમાનો ભાવ વાંચી ન લે તેથી હું રસોડામાં જઈ ચા બનાવવા લાગી જતી. પછી જલ્દી ચા પતી જાય એ પ્રાર્થના કરતી ઘરના બારણા પાસે ઉભી રહેતી. આ નાની લાગતી વાતોનુ એ સમયે કેટલું મોટું સ્વરૂપ હતું!

એ શનિવારે અમે નવી ખુલેલી કાપડની દુકાને ગયેલા. ડ્રેસ બનાવવા માટે કપડું પસંદ કરવાનુ હતું. “બહેનને પેલા ઉપરના તાકામાંથી બતાવો.” માણસે એકાદ બે ખોલ્યા પણ મારી નજર એક નાજુક લાલ ફૂલોવાળા સફેદ મુલાયમ જ્યોર્જેટ તરફ આકર્ષાઈ. એ ખોલતા મારો ચહેરો ખીલી ઉઠ્યો. મેં બાને કહ્યું, “આ તો લેવું જ છે.” ત્રણ વાર કાપવા માટે માપતા છેલ્લે જરા કાણા દેખાયા. બાને લાગ્યુ કે સારૂ કાપડ નથી. અગ્યાર વર્ષની હું, આંખમાં આંસુ છુપાવવા એક બાજુ જઈ ઉભી રહી. બાએ મારી લાગણી ન દુભાય તેથી સંમતિ આપી કાપડ લઈ આપ્યુ. ખૂબ હોંશથી ડ્રેસ તૈયાર થઈ ગયો અને ‘સાંચવીને ખાસ પ્રસંગે પહેરવાનો’ એવી સલાહ સાથે મારા કબાટના ખાનામાં ગોઠવાયો. એ લાલ ફૂલવાળા સફેદ ડ્રેસને ખોલવો, ને ફરી સંકેલવો, મુલાયમ કાપડ પર નાજુક હાથ ફેરવવો, એ ગમતી પ્રવૃત્તિઓ હતી.

એક દિવસ મારી તબિયત ખરાબ લાગતાં મારા ડોક્ટરમામાને દવાખાને બા લઈ ગયા. એ સમયે બહુ કોમળતા બતાવવાની રીત નહોતી. દવા લઈ ચાલતા ઘરે આવી સુઈ ગઈ. બા નોકરી પર ગયા. આખી બપોર શ્વાસ લેતા ખુબ દર્દ થયું ત્યારે ન્યુમોનિયા એક ગંભીર બીમારી છે એ બધાના ધ્યાનમાં આવ્યુ. પછીના પાંચેક દિવસ કેમ ગયા એની મને સભાનતા નહોતી. જ્યારે આંખ ખોલી જોતી તો મા-બાપુજીના ચિંતિત ચહેરા અને ભાઈ રૂમની અંદર બહાર આવ-જા કરતો દેખાતો. બાને વધારે ચિંતાનુ કારણ એ પણ હતું કે થોડા મહિનાઓ પહેલા જ, બે દિવસના તાવમાં, મારી પાંચ વર્ષની બહેન અમે ગુમાવી હતી. એ આઘાત ઘેરો ઘૂંટાતો હતો.

પાંચમે દિવસે મારી તબિયત જરા સારી લાગતા મને તાજગી લાગે માટે સ્પંન્જ બાથની તૈયારી કરી રહ્યા હતા. મારી નજર કબાટમાં ગોઠવાયેલા રાતા ફૂલોવાળા ડ્રેસ પર અટકી રહી હતી. મારા બા પણ મારી નજરને અનુસરી એક સ્મિત સાથે એ ડ્રેસ જોઈ રહ્યા. પછી મને એ ડ્રેસ પહેરાવ્યો. તાજગી ભરી હું મારા ગમતા ડ્રેસમાં ખુશ હતી અને મારો ભાઈ આવીને મજાક કરતાં, દિવસો પછી, હું ખડખડાટ હસી પડી.

મને સ્વસ્થતા આવતા મારી નજર મારા હાથ પર પડતા ખ્યાલ આવ્યો કે મારો અંગુઠો પાતળો દેખાતો હતો. મને ધ્યાનમાં આવ્યુ કે મારૂ વજન ઘણું ઉતરી ગયું હતું. વાહ! મારૂ સપનુ સાકાર થયું.

મારા આરામ કરવાના દિવસો દરમ્યાન ઘણાં મિત્રો આવતા રહેતા. એમાં એક દિવસ મારી બેનપણી હંસા પણ સંકોચ સાથે આવી. હંસાને મારા માટે બહુ લાગણી હતી પણ, હું એની કિંમત નહોતી કરતી અને નજીવા બહાના નીચે થોડા સમયથી બોલતી નહોતી. મારા બા કહેતા કે સ્નેહની કદર ન કરીએ તો સ્નેહ મળતો બંધ થઈ જાય. મારા અબોલા છતાં ય હંસા મારી ખબર કાઢવા આવી તેથી મારૂ દિલ આભારવશ થઈ ગયું. એ માંદગીના સમયે મને એવી ઘણીં અણજાણ અંતર્હિત લાગણીઓની કદર સમજાઈ.

એ દિવસે મારી તબિયત સારી હોવાથી મેં મારા ગુલાબના છોડને મળવાનુ વિચાર્યુ. મારા આશ્ચર્ય અને આનંદ વચ્ચે એક મજાનુ લાલ ગુલાબ હસી રહ્યુ હતુ. બધાને બતાવવા એને જતનથી ઘરમાં લઈ આવી. પણ સામે જ બા બેઠક પર બેસીને એમની કવિતાની નોટમાં લખી રહ્યા હતા. “બા! લો આ તમારા માટે ભેટ.” બાના મુખ પર એ ગુલાબ જેવું જ હાસ્ય ફરક્યું. બીજા દિવસ પછી ગુલાબ દેખાયું નહીં તેથી એ વિષે હું ભુલી ગઈ. પછી આ ઉત્સાહભરી સુકુમારી અનેક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત થઈ ગઈ. વર્ષો સાથે લાલ ફૂલોવાળો સફેદ ડ્રેસ, નાનો પડી ગયો હતો તો પણ, હંમેશા સૌથી વધારે મનગમતો બની રહ્યો.

લગ્ન પછી પરદેશ વાસને લીધે, બા અને જન્મભૂમિની મુલાકાતો વચ્ચે કાળક્રમે અવકાશ વધતો રહ્યો.  ૧૯૯૩માં, બાને છેલ્લી વિદાય આપવા વડોદરામાં ભાઈને ઘેર ભેગા થયેલા. ત્યાર બાદ ભારે હૈયે ભાવનગરના ઘરમાં પ્રવેશ કરતાં ઋજુ લાગણીઓ સ્પર્શી ગઈ. બાના કબાટને ખોલી એમની ગમતી ચીજો સાથે મનથી વાતો કરી રહી હતી. એમાં કપડાં પર પડેલી એમની કવિતાની નોટબુકને મેં સહજ ઉત્સુકતાથી ઉઠાવી અને મૃદુ આંગળીઓથી ખોલી. એમાં જતનપૂર્વક ગોઠવેલું લાલ ગુલાબ! હવે મને ખ્યાલ આવ્યો કે મેં આપ્યુ હતુ એના બીજા દિવસ પછી એ ક્યાં સંતાયેલુ હતું! એ જ પુસ્તકની નીચે મારો લાલ ફૂલોવાળો સફેદ ડ્રેસ! એના પર હાથ ફેરવી એની મુલાયમતા અનુભવી રહી હતી.
અચરજ એ થાય છે કે કાળની નદી વહે જાય છે પણ એ કિશોરી તો અહીં જ ઊભી છે!
એવામાં, વર્ષો સુધી બાનુ કામ કરનાર, સંતોકબહેન એમની પૌત્રી મેના સાથે રૂમમાં દાખલ થયા. ડ્રેસને જોઈને એ બોલ્યા કે, “બાને જ્યારે તમારી બહુ યાદ આવતી ત્યારે આ ડ્રેસને હાથમાં લેતા જોયેલા.”

મેં રેશમી યાદોના પુંજને હાથમાં લઈ દિલની નજીક થોડી ક્ષણો પકડી રાખ્યો અને પછી મેનાને પ્રેમથી આપી દીધો. મેના એની દાદી સાથે ચહેકતી બહાર દોડી ગઈ.

હું બાના લાલ ગુલાબવાળા પુસ્તકને લઈ બચપણની યાદમાં લપેટાઈને બેઠી.

——————————-

1 Comment

  1. samir parikh said,

    February 9, 2011 @ 4:27 pm

    Wow, this is so well written. Mum, you blew my mind, I absolutely love it. I almost cried. Samir Parikh.(Author of ‘Running on Empty’ collection of stories)

    Very nice! I think this is the most personal and well-written of all the stories I have read from you.
    Keep writing!!
    Mridul

RSS feed for comments on this post


Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.