તસ્વીરો
તસ્વીરો
સાજા નરવા સંબંધોને તસ્વીરોમાં બાંધી દઈને,
સુકાઈ જાતા સ્નેહ ઝરણને ઝળઝળિયાં પીવરાવી લ્યો.
નાસી જાતા બચપણને આ રંગપત્તીમાં ઝાલી લઈને,
અસ્થીર ક્ષણના ઓળાઓને સ્થીર કરી થંભાવી લ્યો.
વિખરાતા સૌ કુળ કબીલા, એક કાચમાં વારી લઈને,
ક્વચિત મળતું માન વડીલને,ઝબકારાથી નોંધી લ્યો.
હસતાં ને હેતાળ મહોરાં અસલી પર લટકાવી દઈને,
દીવાલોના દર્પણમાં વળી ગત ગામીને જીવી લ્યો.
ભલે વિલાયુ સ્પંદન એનું, એ જ છબી છે માણી લઈને,
યાદોની ધુમ્મસમાં ધુંધળા ચહેરા ફરી પિછાણી લ્યો.
તસ્વીરો અહીં, સંગ મનોરમ, કૈદ કરી સંભાળી લ્યો.
—————–
hema patel . said,
July 21, 2010 @ 3:45 pm
સુન્દર રચના.
nilam doshi said,
July 24, 2010 @ 12:42 pm
nice one..like this…
Kalyani Vyas said,
July 27, 2010 @ 2:21 pm
સરયૂ’દી
બહુ સરસ વાત કહી તમે . ચહેરા જે આલ્બમમાં હોય છે તે જે તે સમય ને કેદ કરી ને હમેશા સ્થગિત જ રહે છે. દરેક સુર્યાસ્ત નવું અંધારું મૂકી જાય છે અને દરેક નવો સૂર્યોદય નવું અજવાળુ લઈ ને આવે છે. છતાં આલ્બમમાં સમય સ્થિર થઈ જાય છે.
કલ્યાણી વ્યાસ
puna,India