સમજાવું / Solace
ચિત્રઃદિલીપ પરીખ
સમજાવું
માના આ મનવાને ફરીને બહુ દિનથી બહેલાવું
સર્વબ્રહ્મ છે, સર્વબ્રહ્મ છે, કહી કહીને સમજાવું
સાધક જીવડો તોય ફરી જ્યમ મધમાખી મધુપુંજે
પરિવર્તન ને આવર્તનના વર્તુળે જઈ ગુંજે
નવમાસ એક અંગ બનાવી ચેતન ઝરે જનેતા
પ્રથમ પ્રાણ પૂર્યાની પીડા આનંદ અશ્રુ કહેતાં
અહ્રનિશ ને એકધ્યાન લઈ પારેવા પાલવમાં
આગળપાછળ ઓતપ્રોત એ પોષણ ને પાલનમાં
‘ના મેલતો ઘડી ય છેડો’, હસીને યાદ કરે છે
ખુશ છે, આજે ઘડી મળે તો માને સંભારે છે
નવીડાળ ને નવાફૂલ, અંહી વ્હાલપ વળ છૂટે ના
સમય સાર સંસાર મા સમજે, તોયે કળ વળે ના
મોહજાળ મમતાની ચાહે મુક્તિના અજવાળા
સહેજે હો સંયોગ વિયોગ ને સમતાના સરવાળા
———–
Solace
Oh! Tender trail of emotions, life always in motion
Console trifle narrow notions; learn desireless devotion
It was long ago inlay, he was sweet sunshine in rain
At his first blessed breath she gave a smile, even in pain
Immersed in caring and caress, hover to cover from duress
The ties were getting very tight, binding both with subtler might
Time flew, giving him worldly wings, a novel land new song to sing
Here Ma perched to reminisce, feeling the hurt of his remiss
Soon she learns to just submerge within herself, dissolves the urge
Freely flows the stream of love and gives it all away to merge
Why so hard is it for Mom to slip away to let bygones?
Sure her love carreenly carved in her old’n weary bones.
———–
Narendra Jagtap said,
December 20, 2009 @ 5:15 pm
નવમાસ એક અંગ બનાવી ચેતન ઝરે જનેતા
પ્રથમ પ્રાણ પૂર્યાની પીડા આનંદ અશ્રુ કહેતા …
સરયૂબેન ..તમારા આ કાવ્યમાં ઉપરની આ પંક્તિ ખુબ સરસ છે… અને ખાસ તો સમજવા લાયક છે..તમારા કાવ્યો અને દિલિપભાઇ ના ચિત્રો નું સંમિશ્રણ …. વાહ
Dr.Mahesh Rawal said,
December 22, 2009 @ 1:57 am
સરયુબેન/દિલીપભાઈ
સુંદર,ભાવનાસભર વાત લઈને આવ્યા છો.
વિષયને અનુરૂપ ચિત્ર બદલ દિલીપભાઈને પણ અભિનંદન.
ઈશ્વર આપને સદૈવ કલમ અને પીંછીનાં સુભગ સમન્વયથી તરબતર અને તરબૉળ રાખે……..
Dr.Mahesh Rawal
E-mail : drmaheshrawal@yahoo.com
URL : http://www.drmahesh.rawal.us
Shree Kiritbhai K. Parikh said,
December 28, 2009 @ 3:00 pm
Saryuji,
IN LAST COUPLE OF YEARS , YOU HAVE MADE A REMARKABLE PROGRESS IN YOUR POETRY COMPOSITIONS…
YOUR ENGLISH POEMS ARE MORE POETIC…
THAT DOES NOT DOWNGRADE THE GUJARATI ONES…
YOUR GUJARATI TYPING HAS ALSO COME UP TO FULL SATISFACTION.
ANY WAY CONGRATULATIONS FOR ALL THE EFFORTS YOU HAVE PUT IN TO ENJOY THE SELF…
THE CREATIONS WILL DIE OUT SOME DAY…
BUT THE EFFORTS PLACED TO EVOKE THE SELF FROM WITHIN WILL TRAVEL A LONG IN THE JOURNEY OF LIFE.
YOU ARE BLOSSOMING IN THIS ART OF EXPRESSING SELF WITH THE MEDIUM OF POETICAL WORDS…
WISH YOU A STILL HIGHER ACHIEVEMENT IN THIS FIELD.
KIRITBHAI
(Our respected older brother and Guru)
Dr P A Mevada said,
March 1, 2010 @ 4:29 am
Very nice collections. All the best.
“Saaj” Mevada