પ્રેમ અને મોહ
પ્રેમ અને મોહ
માનવનુ મન અસીમ ઊર્જા, પ્રેમ થકી બલવાન
મંગલને કંગાલ બનાવે, મોહ મમત અભિમાન
પ્રેમ હાસ્ય જે ત્રણને તારે, કામ ક્રોધ ને લોભ
મોહ નજર જે ત્રણને બાળે, કર્મ ધર્મ સમભાવ
પ્રસન્નતાની પરિમલ પ્રસરે શુધ્ધ પ્રેમ અખિલેશ
વ્યર્થ કર્મ શુભભાવ અભાવે, મોહ પાશમાં ક્લેશ
શીતલ સરલ સમાંતર એવો પૂર્ણ ચન્દ્ર શો પ્રેમ
સ્વ અર્થે વધતો ને ઘટતો અનુરાગી પ્રમેય
સરયૂ જલ્દી જાણી લે તું મોહ, પ્રેમનો, ભેદ
પ્રેમભાવને રુંધે છે એ સ્વાર્થ કવચને છેદ
———–
hema patel . said,
July 21, 2010 @ 3:44 pm
બહુજ સરસ ચિન્તન.