દીકરી
સરયૂ-સંગીતા
સંગીતા-સુફીયા
દીકરી
મા દીકરીના મનના સહેજે પાકા તાણાંવાણાં
હ્રદય તારથી ચાદર ગુંથી પ્રેમ તણા પરમાણાં
દીકરીના સૌ ભાવ નવેલા માને આવી પંહોચે
દીકરીને દિલ આંસુ ઝરતા માને જઈ ભીંજાવે
જીવન નૈયા દીકરી કેરી જાય અહીંતહીં ભટકી
તો સાથે સાથે મા તણાયે કાંઠે ઉભી ઉભી
જ્યારે દીકરી હૈયુ ઝુમે આનંદ હેલી નાચે
તો માનુ યે મન ઘેલું ઘેલું વિના કારણે નાચે
માતા કેરા ત્યાગ સમર્પણ, કદર કરે અવિનાશી
આશિષ વર્ષણ, ફૂલ પ્રસાદી પૂત્રી પ્યારી આપી
——–
said,
June 4, 2007 @ 9:39 am
દીકરી જે અંધારા મા પ્રકાશ બની ને જીવન પ્રગટાવે…
Shivam M. Rathod said,
March 16, 2013 @ 8:00 am
સરયૂબેન, આપની આ “દિકરી” રચના ખુબજ ગમી.. ખુબ સુંદર રચના કરી બેન.