કેમ પામું?
કેમ પામું?
ખાનગી આ ખાસિયત માનવીની જાત
ના પામે ઇચ્છેલુ, સમજાવુ વાત
” પ્રેમ નથી આપતા માન નથી આપતા”
માંગશે ને ઝૂરશે ને કરશે કકળાટ
પણ, આપવાનુ આવશે તો કરશે કચવાટ
જે વાંચ્છે તે આપે તો સુંદર ભવવાટ
કરતા ફરિયાદ રુંધિ અંતરનુ વ્હાલ
અપૂર્ણની આજ ક્યમ પૂર્ણ બને કાલ!
ભૂલી ન જાવ ભલા દિલથી જે વાવેલું
આવી એ આજ મળે જીવતરમાં આપેલું
—————–
painting by Dilip Parikh
Anonymous said,
June 8, 2007 @ 2:36 pm
બીલકુલ સાચી વાત.
said,
June 20, 2007 @ 10:01 am
આજ નો માનવી (અહિં મારો પણ સમાવેશ થાય છે) 🙂