Archive for March, 2009

ઝરમર – સરયૂ પરીખ

Posted in કાવ્યો by saryu on March 21st, 2009

 

 

ધૂમ્મસની  આછેરી ચાદર,  ત્યાં દૂર સુધી

નીતરતા ટીપાની  ઝાલર,  ત્યાં દૂર સુધી

વૃક્ષો  નમાવીને   મસ્તક  દે  તાલ  સુધીર

પત્તા  ને   ફૂલોનો   થરથરાટ   છે   અધીર—

 ઉંચેરી     બારીની     કાંગરીની   કોર   પર

નાજુક ને નમણાં  એક ચહેરાની આડ પર

નીલમસી    આંખોની   કાજળની  કોર  પર

નમતી એ ભીની સી પાંપણની છોર પર—

                                                                                                              

 આંસુના આવરણ  ઉતારવાને, ઓ  સજન

ઉત્સુક મન  ઉડવાને વ્યાકુળ, ઓ રે સજન

પાંખો    ફફડાવે,    તું   આવે,  ઓ રે સજન

અવની ને આભલાનુ ઝરમર મીલન સજન—

————————–

ઓસ્ટીનના ટેકરી પરના, નવા ઘરની બારીમાંથી સુંદર દ્રશ્ય જોતા લખાયેલ–

માર્ચ ૨૦૦૯

 

 

 



Powered By Indic IME