Archive for January, 2008

અપેક્ષા-એક ડગલું આગળ

Posted in કાવ્યો by saryu on January 29th, 2008

 અપેક્ષા-એક ડગલું આગળ

  અપેક્ષા  સુશીલા   સુમતિ   સંતોષ
  ચાર   સહેલીમાં   એક    મતદોષ
  આગવી  અપેક્ષાની  જીદ   હરદમ
  “આગળ હું  ચાલીશ   એક કદમ”—

 સુમતિ  સુશીલાનો  સીધો   સહકાર
  સુખી  સંતોષીનો   મીઠોં    આચાર
 આશા ત્યાં આવી ને  લાવી  વિચાર
 ”ક્યાં છે મેં ઇચ્છેલું,છે કંઇ દરકાર?”—

  સર્વેશું ન્યોચ્છાવર, કાળજીની  કોર
પણ નાનીશી નખલીમાં ખટક્યો છે દોર
  સુજ્ઞા   સંતોષીનું  ચાલ્યુ   ના  જોર
  મતલબી   અપેક્ષા   દોડી  છે  મૉર—

     

ચંદ્રમા

Posted in કાવ્યો by saryu on January 17th, 2008

 

ઊંચેરી ટેકરી   ને   ઊંચો   આવાસ
પાછલી પરોઢનો   નિર્મળ   ઉજાસ
આછેરી   ઊંઘમાં   મંજુલ    આભાસ
 ટહુકો હું સાંભળુ,   જાગ્યો ‘બિશ્વાસ’—-

ઉમંગે  ઉઠી   આવી  હું   લેવાને બાળ
ચકિત બની  ચંદ્રમાને  જોઇને બહાર
નીરવ સૌમ્ય અંબરને તારલાની હાર
મસ્તાની  ચાંદની   મોહે    મન બહાર—-

લાગણીની   લહેરો   દિલમાં લહેરાય
દૂર દેશ   દેવા   સંદેશ    ઉડી    જાય
પ્રિયત્તમ!આ ચાંદની ને મીઠેરો ચાંદ
અર્પે છે મધુરી  અમ જીવનની  યાદ—-

 

દિવાળીનો મર્મ

Posted in કાવ્યો by saryu on January 11th, 2008

  દિવાળીનો મર્મ
   અગ્યારસઃ   
              અગ્યારસ  ઉપરવાસ,તપ ને નિયમન
              વિખરાયલ વ્રુતિઓનો  સંયોજક   દિન
  
   બારસઃ    
              વાક બારસ,  વિમળ  વાણી   વરદાન
              દેવી  મા  શારદા, સમર્પણ  આ  દિન
 
   ધનતેરસ
              ધનતેરસ, સમજાવે  સૃષ્ટિની    વૃષ્ટિ
              યોગ્ય વ્યય સંચય  સમતોલન આ દિન
 
   ચૌદશ
              કાળી ચૌદશ,  મનઃ  ક્લેશનુ   મરદન
              નષ્ટ કષ્ટ  કકળાટો,     ગોષ્ઠીનો દિન
  
   દિવાળી
              દિવાળી  આજ, મધુ-દીપ  હું  જલાવુ
              અંતઃકરણ  અજવાળે  શાંતિનો     દિન
                     
                       સરયૂ પરીખ

                        ૨૦૦૮