અંતરશત્રુ
જે સમયે આવે અશાંતિ ને ક્રોધ
હર સમય માનુ કોઇ નાખે અવરોધ
સંતની જોઉં શાંતિ ને આવે વિચાર
મારા અંદરના જ શત્રુ આવે બહાર
મારા સ્વજનસંગી અનેક વિધ રિજવે
તૃષ્ણ મન પળભરમાં અકારણ પજવે
આ આપ્યુ આ સોંપ્યુ દીધુ ને લીધુ
અંતે મમ અંતર હતુ એટલુ જ લાધ્યુ
બ્રહ્માની સૃષ્ટિ હશે સુંદર સુલેખ
મારી મન સૃષ્ટિની સર્જક હું એક


Powered By