Archive for April, 2007

અજંપાનો તાગ

Posted in કાવ્યો by saryu on April 24th, 2007

અજંપાનો તાગ

સર સર આ   સરતા    સમયની   પરછાંય
સરળ સહજ આરસી પર આવી પથરાય
       ઉરમાં અજંપાનો ભાર
         કેમ આવે અજંપાનો તાગ?

ગૂંથ્યું   મેં   આવરણ   મદમાતો    અજ્ઞાની
કામ ક્રોધ લોભ મોહ લાદે છે મહામાની
        ઉતારી  ફેંકો   આ   આવરણ
         તો   આવે અજંપાનો તાગ

ક્લેશપૂણૅ   કરકામણ  દુરાચારી   હિંસાનુ
દ્વેષપૂણૅ દિલ લેતા સાધન આ જીવ્હાનુ
       ભક્તોના ભાવ ના દુભાવો
      તો   આવે અજંપાનો તાગ

અંતરને   ઓળખુ  ને  વિદ્યાને   વાગોળું
ભણી ગણી શાસ્ત્રો ને જીવનમાં ઓગાળું
  વાંચેલું   આજ   જીવી   જાણું
                 તો   આવે અજંપાનો તાગ               
    ———–
      તાગ=અંદાજ,માપ

સંતાનને— Let Go—

Posted in કાવ્યો by saryu on April 23rd, 2007

994179-R1-13-13_014

સંતાનને 

ભાવભર્યા    પ્રેમ   મધુ   ગીતે  ઉછેર્યાં
સંસારી   સુખચેન  સુવિધા  વર્ષાવ્યા
હે
તાળે   પ્રેમાળે    કામળે    લપેટ્યા
હૈયાની હુંફમાં હિલોળા, ઓ બાળ મારા

મીઠાં અમ મમતાના કુમળાં આસ્વાદને
વળતરમાં   આનંદે    ભરીયા   આવાસને
હાસ્યે અમ દિલને   બહેલાવ્યા અશેષને
હૈયાની હુંફમાં હિલોળા,  ઓ બાળ મારા

પણ આવી છે આજ ઘડી શીખવાની ત્યજવાની
આગળ એ ક્યાંય ગયા, નવજીવન નવ સાથી
પાછળ તું વલખા કાં મારે ઓ જીવ મારા?
આંસુના તોરણ  ને   ઉંના   નિશ્વાસ   પછી
મન મનન મંથન ને ઉરના ઉજાસ પછી

આપુ છુ  મુક્તિ આજ તારા  નવજીવનમાં
આપુ છુ  મુક્તિ મારી  આશાના   બંધનમાં
આપુ છુ આંસુ સાથ ખુશી મારા નયનોમાં
સાચા આ સ્નેહની કસોટી,ઓ બાળ મારા

તું જ્યારે ચાહે, છે ખુલ્લુ આ દ્વાર મારુ
આવે  તો   વારુ,  ના  આવે ઓવા
રૂં
                          ———                          

Let Go—

We raised you with love and tenderness.
We gave you  all  the worldly happiness
We surrounded you with all the kindness
You responded and returned all that gentleness

 But now I have to learn to let go
I finally emerge,
From the interlude of the emotional  blackmail 
And tears of my wounded heart’s wail

So my child,
 I set you free to your own universe
I set you free from my bondage of desires
I set you free with a happy tear in my eyes

Forever,
Open my heart and open my door
I’m happy you come, discern you don’t

 

વાસના

Posted in કાવ્યો by saryu on April 18th, 2007

 

lastscan

                                                                            

વાસના

આજ  જોઉં  વિસ્તરતો  વાસનાનો વડલો
જ્યાંવાવ્યો’તો નાજુક ને નાનોશો છોડવો

અણસમજુ    અજ્ઞાની   માળી   મેં  રોકેલા
રંગીલા પાન   એણે     મમતાથી  પોષેલા
અજાગ્રૃત    આસ્થામાં     કૂંપળો    રે   ફૂટી
                ને વિસ્તરતો વાસનાનો વડલો—

એક પાન ખરતું   ત્યાં દસ નવા   વિકસે
ઉંડા   એ   મૂળીયા   પથ્થરમાંય   વિલસે
જન્મોનો    સધ્ધર   સાબૂત   કર્મ  પડીયો
              ને વિસ્તરતો વાસનાનો વડલો—

બહુ રે  મોડું   થયુ ને   વસમો    આભાસ
જીવ   મારો     રુંધાયે    વડલાની    પાસ
ભટકું  હું!     દોડું   હું!         સંતોની   પાસ
              કેમ રોકું આ વાસનાનો વડલો?—
 
     જ્યાં વાવ્યો’તો નાજુક એક છોડવો
     ત્યાં   ઘેઘૂર   આ  વાસનાનો  વડલો
          ————–

માધવ હસતા

Posted in કાવ્યો by saryu on April 15th, 2007

        

IMG_8228

 ચિત્રઃ દિલીપ પરીખ

માધવ હસતા
       વિશ્વમાં     વૈશ્વવિકતા     જોઇ
        સરલ   તરલ  ભાવુકતા  જોઇ
        હૃદય   સુજન માનવતા જોઇ
        શ્યામ મિલન આતુરતા જોઇ
     મીઠું મીઠું માધવ મલકે માનવને હરખાતા જોઇ

         જ્યારે   જનમન એક જ તાને
         મન  મોહક  મંદિર  ઘર    માને
         સ્થિતપ્રજ્ઞને     ચરણે     જઈને
         ઓમકાર   સૂર    સૂણવા    કાને
       ત્યારે માધવ મીઠું હસતા માનવને મલકાતા જોઇ

          આદત   અવળી     ના બાળકમાં
          સંપૂણૅ    શ્રધ્ધા   મહા    પાલકમાં
          ધીર    ગંભીર   સમતા  સાધકમાં
          અસીમ     પ્રેમ   ક્રૃપા     પાલકમાં
          એવા માધવ મીઠું હસતા માનવને મલકાતા
જોઇ

પૌત્રી ૪/૪/૨૦૦૭

Posted in કાવ્યો by saryu on April 7th, 2007

                            
                             અધૂરી પૂવૅજન્મની પ્રીત                         
      આજે પૌત્રી બનીને આવી
         દિલના પ્રેમસરોવર મધ્યે
            એવા કમળ બનીને આવી

      બાપુ બેનાના ચહેરા પર
         મંજુલ સ્મિત બનીને આવ
             મૃદુલ મીઠા સ્નેહ ઝરણમાં
               સૂર સંગીત બનીને આવી

     બુલબુલ મેનાના કલરવમાં
           વિધિનું ગીત બનીને આવી
           એવા ઉત્સુક અધીર અષાઢે
                   શાંત સમીર બનીને આવી
————
Ava Maya Parikh–4/4/2007

incomplete love of previous lives  
   today came as a grandbaby
  in the center of our hearts’ seagreen lovelake
    Ava arrived as a lotus          

 on the faces of Bapu Bena
     arrived as a sweet smile
 in our Mridul-gentle affectionate brook
arrived as Sangita-harmonious music 

 in the singing of robin and Mae-na
     arrived as a song of destiny
 Ava, in a season of anxiety and impatience
       arrived as peaceful Samir-gentlebreeze

 

 

કર્મનો મર્મ

Posted in કાવ્યો by saryu on April 3rd, 2007

કર્મનો મર્મ

કર્મનો મર્મ,  મર્મથી ધર્મ,  ધર્મથી નીતિ હું સમજી
કર્મ અકર્મ વિકર્મની સાથે સુકર્મની રીતિ હું સમજી

રોજ  રોજની   રટમાં જો  હું,  શુધ્ધભાવ ભરી રાચું
કામકાજ  ને   ફરજ   કરજમાં,   કરી શકુ    હું સાચું

સત્-સંસારમાં જીવી રહીને, સંતની પદવી પામું
સુખચેનમાં    રહ્યા    છતાંયે,    જનકરાજ   કહેવાવું

યમ નિયમના દસ સાધનો,  માતપિતાથી  શીખી
સમભાવ   સમતોલન  ભક્તિ,   ગુરુકૃપાથી   પામી

શ્યામની   ગીતા   દીપક મારો, ઘન અંધાર  હટાવે
રામ ને સીતા  હાથ  ઝાલીને,  સરયૂ   પાર ઉતારે



Powered By Indic IME