મૌનનો ગુંજારવ
મૌનનો ગુંજારવ
લાંબા સથવારાનો શાંત એ સંવાદ
નીરવ ના નાદ તોય સૂણું એનો સાદ
મંજુલ એ પ્રેમરાગ કેટલીયે રાત
રસિલી લય રચના અનેક વિધ વાત
કોઇ દિન લાગે અતિબોલ ને વિવાદ
અબોલાની આડ હાર જીતની ફરિયાદ
તારા મારા ગુંજનમાં ભળે નવા સૂર
કલરવ ને કલબલમાં અટવાતા સૂર
સંધ્યાની છાંયડી ને મીઠો મનરવ
તારો ને મારો આ મૌનનો ગુંજારવ
————————
