ભુલભુલામણી
ભુલભુલામણી
ઉરે આનંદ ને આરતની ઝૂલે લાગણી
ઊર્જ ભરતી ને ઓટની ભુલભુલામણી
વિમલ વાયે વસંતના રસિક વાયરા
તારી ચીઠ્ઠી આવે, લાવે મુકુલ વાયદા
તેમાં રાચીનાચીને જોઈ છબિ નિર્મળા
સખા, વિખરાઈ વેરાયા વિરહ વાદળા
મીઠી તનમાં ધ્રુજારી ને શીતળ પવન
જલે ચિતવનમાં ઉષ્માની ભીની અગન
પીળા પત્તાની કોરણે સ્તંભિત સ્તવન
જોઉં કૌતુક, એક કુંજ કળી ગાયે કવન
ધીમાં ધીમાં રે ગાન કહે આવે મેમાન
તાર સપ્તક ગોરંભી દે અલબેલી તાન
સ્મિત કુસુમો પરોસે અનેરી પહેચાન
ના રોકું ટોકું દિલે ધડકન અભિયાન
રચી સ્વપ્નિલ રંજન, હું આંજુ અંજન
અર્ધચેતન સંધાન તોયે તૃપ્ત મારું મન
—-
પરિસ્થિતિ, અચોક્કસ પણ આશાસ્પદ.
મનની સંતુલિત અવસ્થા. અધૂરપમાં પણ તૃપ્તિ.