ખીલું ખીલું
ખીલું ખીલું
હતું ગીત કો અધૂરું ઘર સૂનું સૂનું,
બધું લાગતું હતું જરાક જૂનું જૂનું.
આજ દિલમાં ગાયે કોઈ ધીમું ધીમું,
હાસ્ય હોઠમાં છુપાવું હું મીઠું મીઠું.
સખા, સુખડ સુવાસે મન ભીનું ભીનું,
ઝરે ઝાકળ ઝીણેરી તેને ઝીલું ઝીલું.
ફરી હેતલ હરિયાળીમાં લીલું લીલું,
એની નજરોનો આસવ હું પીઉં પીઉં.
મારે નયણે સમાય આભ નીલું નીલું,
સ્નેહ કોમળ કળી કહે ખીલું ખીલું.
——