મૌનનો મહિમા
મૌનનો મહિમા
તીખા ને કડવા અધીરા એ વેણ,
તેજીલી ધાર પર કજીયાના કહેણ
વાળો તેમ વળશે જીવ્હા ને રેણ,
ગમતી ગંગાનાં મનગમતા વહેણ.
ઓછું બોલવાના અહોય અષ્ટ ગુણ,
સોચી સમજીને જાળવશે સમતુલ,
ભૂલો છૂપાયે ને સચવાયે મુલ,
માન સખી, ઓછું બોલ્યાંના અષ્ટગુણ.
સૌ કહેતા, ન બોલવામાં નવ ગુણ
શાંત સરોવર સમાવે અવગુણ.
વાત હો સાચી સ્થિર ચેતનાથી પૂર્ણ,
ન બોલવામાં ખરે લાગે નવ ગુણ.
મૌન સંગીત જે અંતરથી ઊગે ને,
વણબોલ્યે મંજુલ તરંગ સ્નેહ છલકે.
શાતા ને સાંત્વના લયબધ્ધ લહેકે,
અંતરમન મૌનના દસેદસ ગુણ.
ખરું મૌન મહાતમ જે મસ્તકમાં રાજે,
ઘટ ઘટમાં આનંદની ઘંટી બજાવે.
——–