સોનેરી પાલખી
સોનેરી પાલખી
સોનેરી પાલખીમાં બેસી, સ્વર્ગની સફર કરી,
ઝાંખાં ઝરુખાની જાળી, આરતી નજર કરી.
લંબાવી હાથ રૂડી ચાંદનીને લાવી નજદીક,
શુભ્ર નિર્મળ નક્ષત્રોનું તેજ, હરખે હસ્યા કરી.
મસ્ત ચારુશી ચાલ, પ્રસન્ન ભોળી હિલચાલ,
ઘના વાદળ આવેને તોયે સરતી સુખપાલ.
એમ સરસરાટ જાયે, મુજ જીવન રફતાર,
ના બંધન, ના ગાંઠ, સાજ સંગત ઝપતાલ!
એક ધક્કો! ને જાગી, પલક જોઈ વળી અંત,
દિલ ધ્રૂજે, મન થથરે, ક્ષણ લાગે અનંત.
ગતિ અવરોધી, આવી ઊભી, ઝપકારે વીજ,
જાણે પાંખો થીજી ગઈ, પટકાઈ દિગંત….
આજ, નીલા આકાશની સુંદરતા યાદ કરી,
સોનેરી પાલખી સજાવીશ, શ્વાસોમાં નાદ ભરી.
——–
સુખપાલ= પાલખી. નેમ=પવિત્ર
સરયૂ પરીખ
જીવનમાં સારા સમયનો આનંદ, જાગૃતિ સાથે, with awareness, અનુભવ્યો હોવાથી…
સરળ સરતાં જીવનમાં કોઈ ધક્કો લાગતાં, આઘાત અને નિરાશાની રૂકાવટ પછી પુનઃ ચેતનાનો સંચાર…