વળાંક
તુજ દ્વારે ટકોરા, આજ કરવું કબૂલ,
હું લાવ્યો છું ફૂલ તેનું કરજે તું મૂલ
ના બારણું ઉઘાડ્યું, તેં લીધું ના ફૂલ
હું પાછો ફર્યો,જાણે થઈ ગઈ કોઈ ભૂલ
વળતાં વાટે વરવી વાતો દોહરાવું
વચમાં તૂટેલ તડ વેગે લંબાવું
ઉત્કટ યત્નોથી તને મનથી ભુલાવું
એક ના, અનેક છે, કહીને સમજાવું
કાળચક્ર ચાલ મને ઉપર લઈ જાયે
હસ્તી મારી ઉર્ધ્વ આભે સોહાયે
સંગિની સાથ રસમ રીતિ સંચવાયે
ભીની લહેરખી સમી યાદ અડી જાયે
તું હોતે સંગાથે, ભિન્ન નકશો અંકાતે !
જીવન-સરિયામ હોત નોખાં વળાંકે !