પ્રકાશ પુંજ
પ્રકાશ પુંજ
હે જી રે મારા પ્રેમના ઝરૂખાનો દીવો
રે રાજ રત પાવન પ્રકાશે પ્રગટાવો
જાગે મારા આતમમાં પ્યારો પલકારો
વાગે રૂડાં અવસરનો ન્યારો ઝણકારો
હે જી હું તો હરખે રિઝાવું એકતારો
ને રાજ રત મનમાં મંજુલ સૂર તારો
નાની પગલી ને લાંબો પગથારો
હું ના એકલી, છે તારો સથવારો
શૂલ હોય મને ફૂલ સો અથવારો
રે રાજ રત તારો અતૂટ સહચારો
અંક અંકુરમાં પગરવ સુહાણો
દીપ્ત તેજપુંજ ઝળહળ અજાણ્યો
ઘેરા ઘનમાં સોનેરી પ્રકટ જાણ્યો
રે રાજ રત કાળજડે કાનજી સમાણો
——