પુત્ર અને પૌત્ર
પુત્ર અને પૌત્ર
મારી આંખ્યુનું તેજ ને કલેજાનો ટૂકડો, મારી હસતી રેખાનો દોરનારો
માસુમ ગોપાળ આજ માધવ કહેવાયો ને જગના મેળામાં ખોવાયો
મીઠા હાલરડા ને પગલીની છાપ પર, સમય સાવરણી જાય ફરતી
રાખવાને ચાહું હું પાસે પાસે ને દૂર પંચમ સોહિણી ધ્યાન હરતી
જાણે’કે કોઈ કરે અવનવ એંધાણ, મેઘ ખાંગા ને ઘેલા થઈ ગાજે
તુલસી ક્યારે દીપ ઝીણો લહેરાય, નયન જાળીમાં ચમકારા આજે
આત્મજ આયો, તેની આંગળીએ જાયો, તાદ્દશ પિતાનો પડછાયો
હૈયામાં હેતના ઓઘ ઊમટિયા, પૌત્ર આવીને ગોદમાં લપાયો
થાપણ આપી’તી મારી કોંખમાં પ્રભુએ તેને પૂંજી ગણીને મેં રાખી,
મુદ્દલ ને વ્યાજ મને આપ્યા ને સાથમાં મોમાંગી બક્ષીસ પણ આપી.
——