મારી આહની અસર
મારી આહની અસર
તારા આપેલા વ્હાલા વચનને વરી
ને થઈ બાવરી
રૂપ રંગના ગુલાલમાં રોળી
તેં લીધી આવરી
મને ચૂસી મધુરી તેં મનભરી
રે છોડી અવાવરી
સ્નેહ ચહેરે કાલિમા છુપી’તી
હું બની સાંવરી
મધ્ય સૈરમાં છેતરી ઉતારી
એ સજા આકરી
મારી સેંથીમાંથી તારલી સરી
ને વીજ આંતરી
તારી હોડીમાં મારું એક આંસુ ખર્યું
ને નાવ ડૂબી આહ્થી
—–