વાદળા તોડી તોડી…
વાદળાંને તોડી તોડી…
એક જ આકાશને આવરીને વાદળાં,
પાણી સમેટી સઘન એકતા સમેતમાં,
વાદળાં, તોડી તોડી કોણે છાવર્યાં?
અલબેલી અવનીની ખુલ્લી પરસાળમાં,
નિર્જળ લાચારીમાં વૃક્ષો વિમાસતાં,
અગન, ફોરા ફેંકી કોણે આંતર્યાં?
ઉત્સુક આશંક આશ ધડકે એંધાણમાં,
તામ્રપત્ર પાનપર મોઘમ લખાણમાં.
ઉર, અક્ષર અણીથી કોણે કોતર્યાં?
મારા તારાની આ મમતાની ભીંસમાં,
સ્પર્ધા સરસાઈમાં, વિણા વગાડવાં,
તાર, તોડી તોડી કોણે નોતર્યાં?
સરખા ચહેરાઓ મહીં સરખી સંવેદના,
કર્મોની લેણદેણ નૈતિક સ્વભાવમાં,
વચન, વેચી વેચી કોણે છેતર્યાં?
——-
આ કાવ્યમાં કુદરત તેમજ માનવીઓની ક્રુરતા વિષે સવાલ થાય છે. માણસની હત્યા કરે છે, પોતાના હોય તેને માટે રડે છે અને પારકા માટે હસે છે.
આવા મનોભાવની દુઃખકારી વાત છે.