ગુલાબી

Posted in કાવ્યો by saryu on June 17th, 2015

ગુલાબી

    મારી   ભરત  ભરેલી  સાડી ફૂલ ગુલાબી
એના  રેશમ તારે  યાદો  મસ્ત  ગુલાબી
એ   પહેરી   પૌત્રી,  લાગે  ગુલ  દુલારી
તેની  સાથે  મુજને  સ્મરણોએ  ઝુલાવી

   એની  દરેક  સળની  સાથે  આશા  દોરી
એને   ટાંકે   ટાંકે   ટહુકે   કોયલ   મોરી
રે  પગની પાયલ   પ્રીતમ સંગત ઘેલી
ચાલી’તી  આગળ,  ભૂલી  સંગ  સહેલી

  એ   તીરછી   નજર્યું   લાગી’તી  સુન્‍હરી
હું  સોળ  કળાએ  ખીલી  હતી એ પહેરી
ઉન્મત  પાલવ ફરકે, હતી હવા હઠીલી
છાયલ  પહેરી  તે’દિ  બની હતી નવેલી

 પૂછે,  ક્યમ સંતાયે ચહેરે  સ્મિત પહેલી!
ના  બોલું,  મ્હાલું  અંતરની  રંગ   રેલી!


ગુલાબી

મારી ભરત ભરેલી સાડી ફૂલ ગુલાબી,
એના  રેશમ તારે યાદો મસ્ત ગુલાબી.
એની દરેક સળની  સાથે આશા  દોરી,
એને  ટાંકે   ટાંકે  મોહકતા   હીરકોરી.

રે પગની પાયલ  પ્રીતમ સંગત ઘેલી,
ચાલી’તી આગળ, ભુલી  સંગ  સહેલી.
એ નજર લહર  મન  લાગી’તી સુનેરી,
સોળ કળાએ  ખીલી  હતી એ  પહેરી.

ઉન્મત પાલવ  સરકે   હવા  હઠીલી,
છાયલ  પહેરી   હરખે   નાર   નવેલી.
સુરખી   સંતાયેલી,    સ્મિત   પહેલી,
ના  બોલું,  મ્હાલું,  અંતરની  રંગરેલી.

  આજ, સોડ તાણીને આહ્લાદક સુંવાળી,
હું  સૌમ્ય  સુકોમળ ખોળામાં  હૂંફાળી!
દીપ  જલાવી,   નવપુષ્પિત   શણગારી,
એ  જ  ચીરમાં,  ચિન્મય  ચિર  સમાણી.
——–

Comment by Dilip Parikh: The poem beautifully expresses delicate emotions and dreams of a young girl. We are all engaged in the pursuit of pleasure. Pleasure comes into being through four stages: perception, sensation, contact and desire to possess. Thought creates pleasure through desire and gives it continuity. To me, the “Sari” represents the external appearance of an individual and that creates “ego gratification”—how beautiful I look? There is nothing wrong about it. The problem is, we become dependent and that, sooner or later, brings frustration, sorrow, fear, and jealousy. When one lives in the present, thought doesn’t give continuity to pleasure. …The last 2 lines are the essence of the poem and make the poem special for me. The word “deep” seems to indicate self-knowledge and that comes with the tranquility of mind. Now there is no attachment, fear, or sorrow and there is freedom from the known. There is no fear of death and one is ready to merge with the universal consciousness–as Mira is ready to surrender to Krishna with all the joy.
———

Comments are closed.


Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.