પ્રમાણ

Posted in કાવ્યો by saryu on March 3rd, 2015

 પ્રમાણ

એક રજકણ હું, શિખર સર કરી શકી!
પવન પાંખે પછડાતી વિખરાતી ને તોય,
સુરજ સાખે હું ગગને સરી શકી!
એ મારી સફળતાનું આગવું પ્રમાણ.

સુખ આસનને એક કોર ઠેલી,
નર્મ  ફૂલોની સેજને સંકેલી,
તોડી પિંજર ને સ્વૈરિતા બની શકી!
એ મારી સફળતાનું આગવું પ્રમાણ.

મારે જાણવી’તી ગુહ્ય ગહન વાત,
તૃષિત ચાતકને બુંદોની પ્યાસ.
જ્ઞાન વર્ષા ગુરુની ઝીલી શકી,
એ મારી સફળતાનું આગવું પ્રમાણ.

ધર્મ-કર્મ, અને સ્વજનોનો સાથ,
ચિત્તશાંતિ ઉલ્લાસ ને વિશ્વાસ.
રૂહ અંતર એકાંતમાં હસી શકી,
એ મારી સફળતાનું આગવું પ્રમાણ.

દિવાસ્વપ્ન ગૃહમાં, સફળતા એક બારી,
નિલાકાશ લક્ષ તરફ પાંખ દે પ્રસારી.

    ——

Comments are closed.


Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.