ઓળખશે!
ઓળખશે!
વાયદાના વગડામાં વાવડની વૃષ્ટિ,
ખીલી ઊઠી સાંવરિયા શમણાની સૃષ્ટિ.
હસતી ને હારતી, છે સંશય સંદેહ,
વરસોના વિરહીને ઓળખશું કેમ!
યામિની કહેને, કેવી ચાંદ કેરી ચાલ!
વાદળ કહે તું મને કેમ કરું વ્હાલ!
આંખોની આશકીમાં નીલકમલ રંગ,
હોંઠોની લાલી મૃદુલ પરવાળા સંગ.
અગર હું ન જાણું, એ જાણે અણસાર,
મુજને તે ઓળખશે ઓઢણીની પાર.
ઝાકળ ઝંકાર સરે રાગિણી સુરાગ,
ચંચળ ભીની પરાગ રોહિણી સુહાગ.
——
વાવડ=સંદેશો, પરાગ=પુષ્પરજ, રોહિણી=ચંદ્રની પત્ની